યુ.એસ.ના વહીવટીતંત્રએ ટિકટોક, વીચેટ અને અન્ય 8 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકનારા ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવી છે.
જો બાઈડન પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે, તેઓ ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું સમર્થન કરે છે.
જો બાઈડેન તંત્ર દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ એપ્સની તપાસ કરીને તેનાથી અમેરિકાની સુરક્ષાને ખતરો છે કે નહીં તેની તપાસ કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટની શરૂઆતમાં વિશ્વભમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચાઈનીઝ એપ દ્વારા ડેટા ચોરીની વાત સામે આવી હતી. ત્યારે ટ્રમ્પ તંત્રએ ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
નોએલ ટાટા હવે ટાટા જૂથનું સુકાન સંભાળશે? કંપનીમાં ચાલી રહી છે આ તૈયારી; જાણો વિગત
