News Continuous Bureau | Mumbai
છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ(Russia ukraine war) ચાલી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જગત જમાદાર અમેરિકાના(USA) રાષ્ટ્રપ્રમુખ બાઇડેને(joe biden) યુક્રેનને અમેરિકી સહાયતામાં ૪૦ અબજ ડોલરની(Billion dollars) વધુ સહાયતા આપવા માટે કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાએ યુક્રેનને સૈન્ય તથા અન્ય મદદ કરી હતી.
જાે બાઇડેન હાલમાં એશિયાના પ્રવાસે(Asia tour) છે, તેઓ ૨૪ મેએ જાપનના(japan) ટોક્યોમાં(Tokyo) આયોજીત ક્વાડ શિખર(Quad summit) સંમેલનમાં ભાગ લેશે. તેમણે શુક્રવારે સિઓલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂં સોક-યૂલ સાથે મુલાકાત કરી હતી. આ કાયદાને અમેરિકી કોંગ્રેસ(US Congress) દ્વારા બે પક્ષીય સમર્થનની સાથે પાસ કરવામાં આવ્યો છે. આ સહાયતા યુદ્ધને લઈને યુક્રેન માટે અમેરિકાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. રશિયાએ યુક્રેનના પૂર્વ ક્ષેત્રમાં ફરી આક્રમણ શરૂ કરી દીધું છે. તો અમેરિકાના અધિકારીઓએ લાંબા સમય સુધી સંઘર્ષની સંભાવના વિશે ચેતવણી આપી છે.
આ સમાચાર પણ વાંચો : પાડોશી દેશને પ્રેમ ઉભરાયો.. ભારતમાં ઇંધણના ભાવમાં ઘટાડો થતાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બે મોઢે કર્યા વખાણ.. કહી આ વાત..
નાણાકીય સહાયતાનો(Financial aid) ઉદ્દેશ્ય યુદ્ધથી બચવા માટે યુક્રેનનું સમર્થન કરવાનો છે. અમેરિકાએ પહેલા યુક્રેનને ૧૩.૬ અબજ ડોલરની સહાયતા આપી હતી. નવો કાયદો રશિયાની પ્રગતિને રોકવા માટે ઉપયોગમાં લેવાતા અદ્યતન શસ્ત્રો(Advanced weapons) માટે ઇં ૨૦ બિલિયન લશ્કરી સહાય પ્રદાન કરશે. તો સામાન્ય આર્થિક સહાયતામાં ૮ અબજ ડોલર છે. યુક્રેનમાં કૃષિ પતનને કારણે વૈશ્વિક ખાદ્ય કમીને દૂર કરવા માટે ૫ અબજ ડોલરની સહાયતા પ્રદાન કશે તો શરણાર્થીઓની સહાયતા માટે એક અબજ ડોલરની મદદ થઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ અસામાન્ય પરિસ્થિતિઓમાં ઉપાયો પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસના(White House) એક અધિકારી અનુસાર, બાઇડેન એશિયાની યાત્રા પર છે. એક અમેરિકી અધિકારી વાણિજ્યિક ઉડાનથી(Commercial flight) બિલની એક કોપી લાવ્યા, જેથી રાષ્ટ્રપતિ તેના પર સહી કરી શકે. આ યુક્રેન માટે અમેરિકાનું સમર્થન જારી રાખવા માટે અમેરિકાની ભાવના દર્શાવે છે. પરંતુ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ સામે વર્તમાનમાં મોટા પાસે આંતરરાષ્ટ્રીય પડકાર પણ છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીની મુલાકાતની પહેલી સફળતા, ભારતમાં આ બે પ્રોજેક્ટમાં યોગદાન આપવાની કરી જાહેરાત.. જાણો વિગતે