COP27 સમિટમાં બન્યુ ઐતિહાસિક ‘loss & Damage’ ફંડ, આ દેશો કરશે નુકસાનની ભરપાઈ…

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ગત રવિવારે ઈજિપ્ત (Egypt) માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ સમિટ (UN Climate change Summit) માં ભેગા થયેલા 200 દેશો દ્વારા રવિવારે ઐતિહાસિક સમજૂતી થઈ હતી. 14 દિવસની ઉગ્ર ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ સમૃદ્ધ દેશોએ એક ફંડ બનાવવું પડશે, જે ગરીબ દેશોને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વળતર આપશે. લોસ એન્ડ ડેમેજ ફંડ (Loss and Damage Fund) જળવાયુ પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ દેશોને થયેલા નુકસાન (Loss) ની ભરપાઈ કરવામાં મદદ કરશે.  

ભારતીય વિશેષજ્ઞોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. COP27 એ એક ટ્વિટ કરી લખ્યું હતું કે સમિટમાં ઇતિહાસ રચાયો છે. કારણ કે બધા મદદ (Help) માટે તૈયાર થયા છે. આ ફંડ દ્વારા કલાઇમેટ ચેન્જ (Climate change) ની સમસ્યાને દૂર કરવાના પ્રયાસો કરાશે. આ નિર્ણય મોટી સમજુતીનો ભાગ છે અને લગભગ 200 દેશોએ તેનું સમર્થન કર્યું છે. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં 6 થી 18 નવેમ્બર સુધી સંમેલનનું આયોજન થયું હતું. 

આ સમાચાર પણ વાંચો: અરે રાહુલ ગાંધીજી, ગુજરાતીઓને હિન્દી આવડે છે…. સુરતની સભામાં લોકોએ કોંગ્રેસી ટ્રાન્સલેટર ની બોલતી બંધ કરી. જુઓ વિડિયો…..

શું છે COP27 સમિટ

કલાઇમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેનશન (United Nations Framework Convention on Climate Change) માં ક્લાઈમેટ ચેન્જ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. 190થી વધુ દેશો જે UNFCCCના મેમ્બર છે, કલાઇમેટ ચેન્જ સામે લડવા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ પર કામ કરવા માટે વર્ષના અંતિમ 2 અઠવાડિયામાં વાર્ષિક કોન્ફેરેન્સ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં પેરિસ સમજૂતિને જન્મ અપાયો હતો. આ સિવાય તેના પુરોગામી સમજૂતી ક્યોટો પ્રોટોકોલ પણ છે. આ એક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ કલાઇમેટ ચેન્જના જોખમ સામે લડવા માટે ડિઝાઇન કરાઈ હતી.

  •  ભંડોળ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમાં 24 દેશોના પ્રતિનિધિઓ હશે.
  • આ ફંડનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ચર્ચા આખા વર્ષ દરમિયાન કરવામાં આવશે
  • કયા દેશને વળતર, કેટલું અને કયા આધારે મળશે તે નક્કી કરવામાં આવશે.
  • કમિટી એ પણ નક્કી કરશે કે કયા દેશો વળતર ચૂકવશે.
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More