ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
ચીનની ઈ-કૉમર્સ કંપની અલીબાબાના શૅરની માર્કેટ કૅપ દુનિયામાં સૌથી વધુ 344 અબજ ડૉલર ઘટી ગઈ છે. વિશ્વમાં કોઈ કંપનીના બજારમૂલ્યનો આ સૌથી મોટો ઘટાડો છે.
બ્લૂમબર્ગના આંકડા મુજબ એક વર્ષમાં અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગને માર્કેટ કૅપમાં જંગી ઘટાડો થયો છે. એને વૈશ્વિક સ્તરે શૅરહોલ્ડિંગના મૂલ્યમાં સૌથી મોટું ધોવાણ કહી શકાય છે. આ નુકસાનના સંકેત ત્યારે જ મળી ગયા હતા, જ્યારે ગત વર્ષે ઑક્ટોબરમાં કંપનીના સ્થાપક જેકમાએ ચીનની નાણાકીય પદ્ધતિની ટીકા કરી હતી. અલીબાબાનો શૅર એના સર્વોચ્ચ સ્તરથી ત્રણ સપ્તાહ પહેલાં નીચલા સ્તરે ઊતરી ગયો. 5 ઑક્ટોબર 30 ટકાની રિકવરી આવવા છતાં અલીબાબાના શૅર હજી પણ ઑક્ટોબર 2020ના ઊંચા સ્તરથી 43 ટકા નીચે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં ચીની સરકારે જેકમાની કંપની ઍન્ડ ગ્રૂપના 35 અબજ ડૉલરના IPO લાવવાની યોજના પર પાણી ફેરવી દીધું હતું, એના પર પ્રતિબંધ મૂક્યા બાદ વ્યાપક સ્તરે કડક કાર્યવાહી કરી હતી.