ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
હવે માઇક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે ખેતી કરવા જઈ રહયાં છે. તેઓએ અમેરિકામાં મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. અહેવાલો અનુસાર હવે બિલ ગેટ્સ પાસે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકર ખેતીલાયક જમીન છે. આટલી જમીન ખરીદ્યા બાદ, બિલ ગેટ્સનું નામ ખેતીલાયક જમીનના સૌથી મોટા માલિકમાં આવી ગયું છે.
65 વર્ષના બિલ ગેટ્સે લ્યુઇસિયાનામાં 69 હજાર એકર, અરકાનસાસમાં લગભગ 48 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર એકરની ખરીદી કરી છે. હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે બિલ ગેટ્સે ખેતી માટે આટલી જમીન કેમ ખરીદી છે. પરંતુ કેટલીક જગ્યાએ તેઓ સ્માર્ટસિટી બનાવવાના છર એમ અહેવાલો કહી રહયાં છે.
બિલ ગેટ્સે આ જમીન સીધી તેમજ વ્યક્તિગત રોકાણ માટે પણ ખરીદી છે. અહેવાલો અનુસાર, બિલ ગેટ્સે વર્ષ 2018 માં તેમના વતન વોશિંગ્ટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી. આમાં હોર્સ હેવન હિલ્સ વિસ્તારની 14,500 એકર જમીનની ખરીદી હતી.
અત્રે નોંધનીય છે કે 2008 માં, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તેઓ આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ પ્રદેશોના નાના ખેડુતોને પાક ઉગાડવામાં મદદ કરવા માંગે છે જેથી જેઓ કમાણી કરી શકે. આમ કરી તેઓ નાના ખેડુતોને ભૂખ અને ગરીબીથી બચાવવા માંગે છે એવી ઈચ્છા જાહેર કરી હતી.