ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
ભારત જેવા વિકાસશીલ દેશો પાસેથી અબજો રૂપિયા કમાઇને ધનના ઢગલા પર બેઠેલા બિલ ગેટ્સની સંકુચિત માનસિકતા સામે આવી છે. આ વ્યક્તિએ બિલ ગેટ્સ ફાઉન્ડેશન બનાવીને લોકોને કોરોના માંથી બચાવવાનો ડોળ કર્યો. હવે કોરોના ની રસી સંદર્ભેની તેની કુટિલ નીતિ દેખાય છે. બિલ ગેટ્સે કહ્યું છે કે ભારત જેવા વિકાસશીલ દેશોને રસી ની ફોર્મ્યુલા ન આપવી જોઈએ. આના સ્થાને તેમને રસી માટે ભલે રાહ જોવી પડે પરંતુ તેમને તૈયાર રસી આપો અને પૈસા લઈ લો.
એક ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે રસી બનાવવી એ એક જટિલ પ્રક્રિયા છે. વિકસિત દેશો સારી ફેક્ટરી બનાવે છે અને તે ફેક્ટરી માં રસી બને છે જ્યારે કે ભારત જેવા વિકાસશીલ દેશો એવી જ ફેક્ટરી બનાવે છે પરંતુ તે અમેરિકાના સ્ટાન્ડર્ડ ની નથી હોતી નથી.
બિલ ગેટ્સના આ નિવેદનની ભારોભાર ટીકા થઈ રહી છે.
રસીકરણ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકા નો મોટો નિર્ણય. અઢાર વર્ષની ઉંમરના ઓને આ જગ્યાએ વેક્સિન મળશે.