News Continuous Bureau | Mumbai
આજે ફરી એકવાર અફઘાનિસ્તાન(Afhanistan) બોમ્બ બ્લાસ્ટ(Bomb blast)નાં કારણે હલી ગયું છે.
અફઘાનિસ્તાનમાં આવેલી મજાર-એ-શરીફ (Mazar-e-Sharif)મસ્જિદ(Mosque)માં બોમ્બ બ્લાસ્ટ થયો છે.
આ સાથે જ કુંદુંજ, નગંરહાર અને કાબુલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast)માં 18 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજધાની કાબુલમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા જેમાં 50 લોકોના મોત નિપજ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા