ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પાકિસ્તાનમાં આરોગ્ય વિભાગના ઘણા કર્મચારીઓએ કોરોનાની રસીના પ્રમાણપત્રમાં ગોટાળા કર્યા છે. હાલમાં જ પંજાબ પ્રાંતના સરકારી હોસ્પિટલના આરોગ્ય વિભાગના બે કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓએ પાકિસ્તાનમાંથી હાંકી કઢાયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નામે નકલી પ્રમાણપત્ર આપ્યું હતું.
પંજાબ સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ લાહોરની સરકારી હોસ્પિટલમાં શરીફને રસી આપવામાં આવી હતી. જ્યારે શરીફ તો લંડનમાં સારવાર લઈ રહ્યા છે. શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગે આ રસીકરણ કાર્યક્રમ બાબતે વડાપ્રધાન ઇમરાન ખાન અને તેના મંત્રીઓને નિશાનો બનાવ્યો હતો. જેને લીધે આ ઘટના રાજકીય તોફાનમાં બદલાઈ ગઈ છે.
અમિતાભ બચ્ચન એક નાના કલાકાર ને પગે લાગ્યો. આ છે કારણ; ફોટોગ્રાફ વાયરલ થયો
પીએમએલ પંજાબના પ્રવકતા આઝમ બુખારીએ જણાવ્યું હતું કે, 'જ્યારે સરકારે નવાઝ શરીફનું
કોમ્પ્યુટરરાઈઝડ નેશનલ આઈડેન્ટીટી કાર્ડ બ્લોક કરી દીધું છે. ત્યારે તેમનું નામ એનસીઓસીના આંકડામાં સામેલ છે. તેથી સરકારના રસીકરણ કાર્યક્રમ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નવાઇની વાત એ છે કે એનસીઓસીના ડેટામાં શરીફના રસીકરણનો રેકોર્ડ પણ સામે આવ્યો છે.'