પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયા સમુદાયની રેલીમાં થયો બોમ્બ વિસ્ફોટ, આટલા લોકોના નિપજ્યા મોત, 40થી વધુ લોકો થયા ઘાયલ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

ગુરુવાર 

અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે.

પ્રાપ્ત જાણકરી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો.

આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે લગભગ 40થી વધુ લોકો ઘાયલ થયા છે. 

હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ભલે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસ્લિમો હંમેશા કટ્ટરવાદીઓના નિશાન રહ્યા છે. 

કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. 

એટલું જ નહીં સમયાંતરે કટ્ટરવાદીઓ શિયા મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક સરઘસ કાઢે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવામાં અચકાતા નથી.

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ, ઈમરાનખાન સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More