ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ભારત સહિત અનેક દેશોમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ અંગે ચર્ચા છેડાઈ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ડબલ્યુએચઓના પ્રમુખે બૂસ્ટર ડોઝને એક કૌભાંડ ગણાવતા તેને રોકવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે વિશ્વમાં હાલ હેલ્થ વર્કર્સ, વૃદ્ધો તથા બીમાર લોકોને રસીનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી ત્યારે પુખ્તવયના તંદુરસ્ત લોકો અને બાળકોને બૂસ્ટર ડોઝ આપવાનો કોઈ અર્થ નથી.
સાથે જ તેમણે બૂસ્ટર ડોઝ માટે વેક્સિનનો સ્ટોક કરવા અને વ્યવસ્થાપનની નિંદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે જર્મની, ઇઝરાયેલ, કેનેડા અને અમેરિકાએ વિશ્વના ઘણા દેશોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.
