ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
કોરોના હવે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચ્યો છે ત્યારે ચીન સતર્ક થયું છે. ચીનનું માનવું છે કે નેપાળથી માઉન્ટ એવરેસ્ટ થઈને કોરોનાનું સંક્રમણ ચીન સુધી પહોંચી શકે છે. આથી તિબેટના વિસ્તારથી પર્વતારોહી એક અંકુશરેખા ખેંચવા માંગે છે. જે અંકુશરેખા ને કારણે માઉન્ટ એવરેસ્ટ ના બે ભાગ થઈ જાય. એક ભાગ નેપાળ તરફનું જ્યારે કે બીજો ભાગ ચીન તરફનો. ચીન આવું એટલે કરવા માંગે છે જેથી માઉન્ટ એવરેસ્ટ ઉપર ગિરદી ભેગી ના થાય.
મહારાષ્ટ્રમાં બે દિવસથી કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાયો. જાણો આજના નવા આંકડા
ઉલ્લેખનીય છે કે ચીનને અત્યારે માઉન્ટ એવરેસ્ટ નો ડર સતાવે છે જ્યારે કે હકીકત એ છે કે ચીનની વુહાન લેબોરેટરી થી જ આખા વિશ્વમાં કોરોના ફેલાયો છે.. જેને કારણે આખું વિશ્વ અત્યારે પરેશાન છે.
