Site icon

નાનકડા ટપૂડાએ ઈઝરાઈલમાં શોધ્યો સોનાનો ખજાનો.. જાણો વિગતવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 સપ્ટેમ્બર 2020

ઈઝરાયેલમાં આજકાલ એક નાના બાળકની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. આ ટપુડાએ 1100 વર્ષ અગાઉ જમીનમાં દટાયેલો ખજાનો શોધી કાઢ્યો છે. એક ખોદકામ દરમ્યાન એક હજાર વર્ષથી પણ વધુ જુના, માટીના વાસણમાં દટાયેલા સેંકડો સોનાના સિક્કા મળી આવ્યાં છે. આ અંગે ઇઝરાઇલ એન્ટિક્વિટીઝ ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાઇલી પુરાતત્ત્વવિદ દ્વારા 18 ઓગસ્ટના દિને શહર ક્રિસ્પિન વિસ્તારમાંથી આ ચરુ શોધી કાઢવામાં આવ્યો છે. આ  સોનાના સિક્કા અબ્બાસીદ વંશના હોવાનું સિક્કા પર સાફ છપાયેલું છે. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ ખજાનો 1,100 વર્ષો પહેલા અહીં દફનાવ્યો હોવો જોઈએ. જોકે  આ ચરુના માલિકની ઓળખ હજી એક રહસ્ય છે. અહીં ખોદકામ કરતા સ્વયંસેવકએ કહ્યું હતું કે “મેં જમીનમાં ખોદકામ કરી માટી ખસેડવી શરૂ કરી ત્યારે જોયું કે ખૂબ પાતળા પાંદડા જેવું કંઈક નીચે છે. જ્યારે મેં ફરી ખોદયું ત્યારે સમજાયુ કે આ સોનાના સિક્કા હતા. આવા વિશેષ અને પ્રાચીન ખજાનો મેળવીને મને ખરેખર રોમાંચ થયો હતો.”

એન્ટિક્વિટીઝ ઓથોરિટીના સિક્કના નિષ્ણાતે કહ્યું કે ' નવમી સદીના અબ્બાસીદ ખિલાફત સમયગાળાના અંતમાં 24 કેરેટ શુદ્ધ સોનાના સિક્કા ચલણમાં હતાં અને જે વ્યક્તિએ આ પૈસા છુપાવ્યા હશે તે તત્કાલીન સમયનો કોઈ માલદાર આદમી જ હશે.'

India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Exit mobile version