News Continuous Bureau | Mumbai
Boycott Turkey: તુર્કી (Turkey) દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં આપેલા નિવેદનો બાદ ભારતમાં તુર્કીનો બોયકોટ (Boycott) શરૂ થયો છે. ખાસ કરીને તુર્કીથી આયાત થતા માર્બલ (Marble) અને સફરજન ( Turkish Apple) સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બોયકોટથી તુર્કી કે ભારતને કેટલો આર્થિક ફટકો પડશે તે સમજવું જરૂરી છે.
Boycott Turkey: ટ્રેડ ડેટા કહે છે તુર્કી માટે ભારત મહત્વનો ભાગ નથી
2023માં તુર્કીનો કુલ વેપાર 619.5 બિલિયન ડોલર હતો, જેમાંથી માત્ર 10.43 બિલિયન ડોલરનો વેપાર ભારત સાથે થયો હતો – એટલે કે માત્ર 1.68%. તુર્કીનો ભારત તરફનો નિકાસ માત્ર 0.64% છે. એટલે કે ભારત બોયકોટ કરે તો તુર્કી માટે આર્થિક અસર મર્યાદિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Boycott Turkey Impact: બાયકોટ તુર્કી (Boycott Turkey)નો અસરકારક પ્રહાર, ભારતના એક પગલાથી તુર્કી કંપનીને 200 મિલિયન ડોલરનું નુકસાન
Boycott Turkey: એક્સપોર્ટ માં ભારત આગળ, બોયકોટથી તુર્કીનો માર્બલ ઉદ્યોગ અસરગ્રસ્ત
ભારત તુર્કીથી 2500-3000 કરોડ રૂપિયાનો માર્બલ (Marble) અને 92.8 મિલિયન ડોલરનો સફરજન (Apple) આયાત કરે છે. તુર્કીનો માર્બલ નિકાસનો 70% હિસ્સો ભારત તરફ જાય છે. તેથી માર્બલ ઉદ્યોગને ચોક્કસ અસર થશે. ભારત હવે ઇટાલી અને વિયેતનામ તરફ વળી શકે છે.
Boycott Turkey: ટુરિઝમ માં પણ ભારતનો ફાળો ઓછો, તુર્કી પર અસર મર્યાદિત
2024માં તુર્કીનું ટુરિઝમ આવક 61.1 બિલિયન ડોલર હતી, જેમાં ભારતનો ફાળો માત્ર 291.6 મિલિયન ડોલર (0.48%) હતો. 2024માં તુર્કી પહોંચેલા 5.26 કરોડ પ્રવાસીઓમાં માત્ર 3.3 લાખ ભારતીય હતા. એટલે કે ટુરિઝમ ક્ષેત્રે પણ ભારતનો બોયકોટ તુર્કી માટે મોટો ફટકો નથી.