Site icon

Boycott Turkey: ભારતને થશે ફાયદો કે તુર્કી ને નુકસાન? આંકડાઓ કહે છે કંઈક અલગ

Boycott Turkey: ભારત અને તુર્કી વચ્ચેના વેપારના આંકડાઓ ચોંકાવનારા છે, બોયકોટથી તુર્કીનું મોટું નુકસાન શક્ય નથી

Boycott Turkey Will It Hurt Turkey or Help India Here's the Real Picture

Boycott Turkey Will It Hurt Turkey or Help India Here's the Real Picture

 News Continuous Bureau | Mumbai

Boycott Turkey:  તુર્કી (Turkey) દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં આપેલા નિવેદનો બાદ ભારતમાં તુર્કીનો બોયકોટ (Boycott) શરૂ થયો છે. ખાસ કરીને તુર્કીથી આયાત થતા માર્બલ (Marble) અને સફરજન ( Turkish Apple) સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બોયકોટથી તુર્કી કે ભારતને કેટલો આર્થિક ફટકો પડશે તે સમજવું જરૂરી છે.

Join Our WhatsApp Community

Boycott Turkey: ટ્રેડ ડેટા કહે છે તુર્કી માટે ભારત મહત્વનો ભાગ નથી

2023માં તુર્કીનો કુલ વેપાર 619.5 બિલિયન ડોલર હતો, જેમાંથી માત્ર 10.43 બિલિયન ડોલરનો વેપાર ભારત સાથે થયો હતો – એટલે કે માત્ર 1.68%. તુર્કીનો ભારત તરફનો નિકાસ માત્ર 0.64% છે. એટલે કે ભારત બોયકોટ કરે તો તુર્કી માટે આર્થિક અસર મર્યાદિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Boycott Turkey Impact: બાયકોટ તુર્કી (Boycott Turkey)નો અસરકારક પ્રહાર, ભારતના એક પગલાથી તુર્કી કંપનીને 200 મિલિયન ડોલરનું નુકસાન

Boycott Turkey:  એક્સપોર્ટ માં ભારત આગળ, બોયકોટથી તુર્કીનો માર્બલ ઉદ્યોગ અસરગ્રસ્ત

ભારત તુર્કીથી 2500-3000 કરોડ રૂપિયાનો માર્બલ (Marble) અને 92.8 મિલિયન ડોલરનો સફરજન (Apple) આયાત કરે છે. તુર્કીનો માર્બલ નિકાસનો 70% હિસ્સો ભારત તરફ જાય છે. તેથી માર્બલ ઉદ્યોગને ચોક્કસ અસર થશે. ભારત હવે ઇટાલી અને વિયેતનામ તરફ વળી શકે છે.

Boycott Turkey:  ટુરિઝમ માં પણ ભારતનો ફાળો ઓછો, તુર્કી પર અસર મર્યાદિત

2024માં તુર્કીનું ટુરિઝમ આવક 61.1 બિલિયન ડોલર હતી, જેમાં ભારતનો ફાળો માત્ર 291.6 મિલિયન ડોલર (0.48%) હતો. 2024માં તુર્કી પહોંચેલા 5.26 કરોડ પ્રવાસીઓમાં માત્ર 3.3 લાખ ભારતીય હતા. એટલે કે ટુરિઝમ ક્ષેત્રે પણ ભારતનો બોયકોટ તુર્કી માટે મોટો ફટકો નથી.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version