ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
બ્રાઝીલના રિયો ધ જિનરિયો રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો બનાવ બન્યો છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બનાવમાં 94 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
હજુ પણ લોકો કાટમાળ નીચે દબાયેલા છે જેમના માટે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યા છે.
180 જેટલા આર્મી જવાનો પણ લોકોની મદદ કરી રહ્યા છે.
જોકે અત્યાર સુધીમાં કુલ 21 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
