ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
બ્રાઝીલ દેશની સેક્સ વર્કરો હડતાલ પર ઉતરી છે. છેલ્લા સાત દિવસથી તેઓએ પોતાનો વ્યવસાય બંધ કરી નાખ્યો છે તેમજ તેમણે સરકાર પાસે માંગણી મૂકી છે કે તેઓ ફ્રન્ટલાઈન વર્કર હોવાને કારણે તેમને પ્રાથમિક ધોરણે વેક્સિન આપવી જોઈએ.
બ્રાઝીલના દક્ષિણ-પૂર્વ શહેર બેલો હોરિજોન્ટેમાં સેક્સ વર્કર્સ એક સપ્તાહના ધરણાં પર બેઠી છે. તે શહેરમાં જ કોરોના મહામારીને જોતા હોટલો બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે તેમને ભાડે રૂમ રાખવા પડ્યા હતા. આથી તેમનો ખર્ચ ઘણો વધી ગયો.
આમ બ્રાઝિલ દેશ માં સેક્સ વર્કરોને પ્રાથમિક ધોરણે વેક્સિન જોઈએ છે
મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર વધ્યો, રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 5 લાખને પાર, જાણો નવા આંકડા અહીં..
