Site icon News Continuous Bureau | Mumbai

Tiktok પર બ્રિટને લગાવ્યો બાળકોના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ, ફટકાર્યો 130 કરોડનો દંડ

ચાઈનીઝ એપ Tiktok પર દુનિયાભરના દેશોમાં કડકાઈ ચાલુ છે. હવે કંપનીને ઝટકો આપતા બ્રિટને તેના પર 130 કરોડ રૂપિયા (12.7 મિલિયન પાઉન્ડ)નો દંડ લગાવ્યો છે. બ્રિટનના વોચડોગે સોશિયલ મીડિયા એપ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે

અમેરિકાના આ રાજ્યમાં ચાઈનીઝ એપ 'ટિકટોક' પર સંપૂર્ણ પ્રતિબંધ, બન્યું પ્રથમ રાજ્ય.. જાણો શું છે કારણ

અમેરિકાના આ રાજ્યમાં ચાઈનીઝ એપ 'ટિકટોક' પર સંપૂર્ણ પ્રતિબંધ, બન્યું પ્રથમ રાજ્ય.. જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

ચાઈનીઝ એપ Tiktok પર દુનિયાભરના દેશોમાં કડકાઈ ચાલુ છે. હવે કંપનીને ઝટકો આપતા બ્રિટને તેના પર 130 કરોડ રૂપિયા (12.7 મિલિયન પાઉન્ડ)નો દંડ લગાવ્યો છે. બ્રિટનના વોચડોગે સોશિયલ મીડિયા એપ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. Tiktok પર 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના અંગત ડેટાનો ઉપયોગ કરવાનો અને ડેટા પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

Join Our WhatsApp Channel

બ્રિટનના ઇન્ફોર્મેશન કમિશનર ઓફિસ (ICO) નો અંદાજ છે કે TikTok એ 2020 માં બ્રિટનના 13 વર્ષથી ઓછી ઉંમરના 1.4 મિલિયન બાળકોને તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, જ્યારે Ace દાવો કરે છે કે આ માટે, યુઝરની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષથી વધુ હોવી જોઈએ.

2018 અને 2020માં ઉલ્લંઘન થયું 

ICO અનુસાર, ડેટા સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન મે 2018 અને જુલાઈ 2020 વચ્ચે થયું હતું. બ્રિટનનો દાવો છે કે ચીની એપ કંપનીએ એ વાતની તપાસ કરવાનો પ્રયાસ કર્યો નથી કે કઈ ઉંમરના બાળકો એપનો ઉપયોગ કરી રહ્યા છે. નિયમો અનુસાર, એપને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પસંદ કરીને દૂર કરવાના હતા.

ટિકટોકે કાયદાનું પાલન કર્યું નથી

બ્રિટનના ઇન્ફોર્મેશન કમિશનર જોન એડવર્ડ્સે કહ્યું કે ટિકટોકે કાયદાનું પાલન નથી કર્યું. ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે બાળકોના ડેટાનો ઉપયોગ તેમને ટ્રેક કરવા અને પ્રોફાઇલ તૈયાર કરવા માટે કરી શકાય છે. એવી શક્યતા પણ છે કે આ ડેટાનો ઉપયોગ હાનિકારક અથવા અયોગ્ય સામગ્રી સાથે થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ-ફિક્સ્ડ ઈન્કમ શ્રી પુનીત પાલ દ્વારા આરબીઆઈની નાણાં નીતિ અંગે ટિપ્પણી

બ્રિટનના નિર્ણય સાથે અસંમત છે કંપની 

બ્રિટનના આ નિર્ણય પર ટિકટોકે પણ સ્પષ્ટતા કરી છે. કંપનીનું કહેવું છે કે તે ICOના નિર્ણય સાથે અસંમત છે. કંપનીનું કહેવું છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્લેટફોર્મથી દૂર રાખવા માટે જંગી રોકાણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓ પર 40 હજાર કર્મચારીઓની મજબૂત ટીમ ચોવીસ કલાક કામ કરે છે. જેથી પ્લેટફોર્મને સુરક્ષિત બનાવી શકાય. ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે અમે નિર્ણયની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું અને આગળના પગલાં પર વિચાર કરીશું.

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version