કોરોના પ્રતિબંધક રસીના ઇન્જેક્શનથી મળ્યો છુટકારો; હવે ગોળી ખાઈને કોરોનાથી રક્ષણ મળશે; આ દેશે આપી મંજૂરી; જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

શનિવાર

મોટાભાગના દેશોમાં હજી પણ કોરોનાનો પ્રકોપ છે. એવા સમયે બ્રિટનને સમાચાર આપ્યા છે. બ્રિટને વિશ્વની પ્રથમ એન્ટિવાયરલ ગોળીના શરતી ઉપયોગને મંજૂરી આપી છે. જે કોવિડ-19ની સારવારમાં મદદરૂપ માનવામાં આવે છે. યુકે પ્રથમ દેશ છે જેણે ગોળી દ્વારા કોરોનની સારવારને મંજૂરી આપી છે. જોકે આ ગોળી ક્યારે બજારમાં ઉપલબ્ધ થશે તે સ્પષ્ટ નથી. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના કોરોના સંક્રમિત લોકોને આ ગોળીનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 

 અમેરિકાની મર્ક ફાર્મા કંપનીએ આ દવાને બનાવી છે. તેનું નામ 'મોલનુપીરાવીર' છે. કોવિડનો હળવો ચેપ ધરાવતા લોકોએ ગોળીને દિવસમાં બે વખત લેવી પડશે. આ એન્ટિવાયરલ ગોળી કોરોનાના લક્ષણોને ઘટાડે છે અને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. હોસ્પિટલો પરનો બોજ ઘટાડવામાં અને ગરીબ દેશો જે મોંઘી કોરોના વેક્સિન નથી ખરીદી શકતા તેમને મોલનુપીરાવીર ઉપયોગી થશે. આ ગોળી કોરોના સામે લડવા અને તેના નિવારણ માટે જરૂરી આ બે પદ્ધતિઓમાં મદદરૂપ થશે. 

જર્મની સહિત અનેક દેશોમાં મોલનુપીરાવીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે પરીક્ષણોમાં ગોળી કોરોના પર અસરકારક હોવાનું જણાયું હતું. આ જ તારણોના આધારે બ્રિટને ગોળીને મંજૂરી આપી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment