બ્રિટનમાં વધતી મોંઘવારી બાદ કાર્ડને બદલે રોકડથી ચુકવણીનો ટ્રેન્ડ- રોકડ ચુકવણી વખતે ખર્ચના વધુ અહેસાસથી લોકો બિનજરૂરી ખરીદી ટાળે છે

by Akash Rajbhar

 News Continuous Bureau | Mumbai

પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ ક્રેડેલોના (personal finance platform Credelona) સરવે (Survey) અનુસાર અડધાથી વધુ યુવાઓ રોકડથી લેણદેણ કરી રહ્યાં છે. જેલરમેયરની થિયરી (Jeller Meyer’s theory) પર બીજા સંશોધકોએ ‘પેય ઑન મોબાઇલ પેમેન્ટ્સ’ (Pay on Mobile Payments) પર સંશોધન કર્યું છે, તેઓએ જણાવ્યું કે મોબાઇલ પેમેન્ટથી સૌથી ઓછુ દુખ થાય છે.

એક તરફ દુનિયા કેશલેસ થઇ રહી છે તો બીજી તરફ બ્રિટનના (Britain) લોકો કેશ પેમેન્ટ (Cash payment) તરફ વળી રહ્યા છે. વધતી મોંઘવારીમાં ખર્ચ પર લગામ કસવા માટે તેઓ આ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. તેમના મતે ઑનલાઇન પેમેન્ટ (Online payment) કરવાથી ખર્ચનો અહેસાસ થતો નથી અને જરૂર કરતાં વધુ ખર્ચ થાય છે. જ્યારે રોકડ આપતા સમયે પૈસા ઓછા થઇ રહ્યા હોવાનો અહેસાસ થાય છે.

આપણે જે રીતે ક્રેડિટ કાર્ડથી (credit card) આપણી ચૂકવણીની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીએ છીએ એવી જ આ વસ્તુ પણ છે. પછી ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાઇ જઇએ છીએ. બ્રિટનની પોસ્ટ ઓફિસે (Post office) ઓગસ્ટ મહિનામાં જ અંદાજે 9 હજાર કરોડ રૂપિયાની રોકડથી લેણ-દેણ કરી હતી, જે અત્યારસુધી એક મહિનામાં સર્વાધિક છે. પોસ્ટ ઓફિસ અનુસાર આગામી દિવસોમાં લોકો પોતાના ખર્ચ પર અંકુશ રાખવા માટે રોકડનો વપરાશ વધારશે. કૉર્નેગી યુનિવર્સિટીના (Carnegie University) ઓફેર જેલરમેયરે પોતાના થીસિસમાં ‘પેન ઑફ પેર્ટીંગની’નો ખ્યાલ આપ્યો

આ સમાચાર પણ વાંચો:  ઈરાનમાં જોરદાર વિરોધનો વંટોળ- મુસ્લિમ મહિલાઓ મૌલવીઓના માથા પરથી ભર રસ્તે ટોપીઓ ઉડાડી રહી છ- હિજાબ વિરોધી ચળવળનો અનોખો વળાંક- જુઓ વિડીયો

કેટલીક વસ્તુ માટે ચૂકવણી કરતી વખતે મજા આવે છે તો ક્યારેક નારાજગી પણ રહે છે. તેને જ પેન ઑફ પેઇંગ કહે છે. તેઓ કહે છે કે કેશ પેમેન્ટથી આપણે પેન ઑફ પેઈંગમાંથી પસાર થઇએ છીએ. જે આપણને બિનજરૂરી ખર્ચથી બચાવે છે. સોશિયલ મીડિયા પર કેશ સ્ટફિંગના પ્રકારો ટ્રેન્ડ કરી રહ્યાં છે. પર્સનલ ફાઇનાન્સ પ્લેટફોર્મ ક્રેડેલોના સરવે અનુસાર અડધાથી વધુ યુવાઓ રોકડથી લેણદેણ કરી રહ્યાં છે. જેલરમેયરની થિયરી પર બીજા સંશોધકોએ ‘પેન ઑન મોબાઇલ પેમેન્ટ્સ’ પર સંશોધન કર્યું છે, તેઓએ જણાવ્યું કે મોબાઇલ પેમેન્ટથી સૌથી ઓછુ દુખ થાય છે. એટલે કે મોબાઇલથી પેમેન્ટ કરવા ૫૨ પૈસા ખર્ચ થવાનો સૌથી ઓછો અહેસાસ થાય છે. જ્યારે કાર્ડથી ચૂકવણી કરવાથી તેનાથી વધુ પરંતુ રોકડથી ચૂકવણી કરવાથી મનમાં કંઇક ગુમાવ્યું હોવાની ભાવના થાય છે. તેનાથી ખર્ચ નિયંત્રણમાં રહે છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More