Site icon

Britain: દેશમાં બ્રિટેનથી આવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો, આ વર્ષે 10 ગણા વધુ બ્રિટીશ દર્દીઓ સારવાર માટે ભારતમાં આવ્યા

Britain: ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 ગણા વધુ અંગ્રેજ લોકો ભારતમાં આવવાના છે. ગત વર્ષે માત્ર 1200 બ્રિટિશ લોકો સારવાર માટે ભારત આવ્યા હતા. આ વર્ષે આ આંકડો વધીને 12 હજારને પાર થવા જઈ રહ્યો છે. દરેકના મનમાં એક પ્રશ્ન હશે કે બ્રિટન જેવા વિકસિત દેશોમાંથી લોકો સારવાર માટે ભારત કેમ આવી રહ્યા છે.

Britain There has been a huge increase in the number of British patients in the country, this year more patients than last year have come to India for treatment.

Britain There has been a huge increase in the number of British patients in the country, this year more patients than last year have come to India for treatment.

  News Continuous Bureau | Mumbai 

Britain: જે દેશ એક સમયે ભારતનો માથાનો દુખાવો બની ગયો હતો. તે હવે તેના દર્દીઓ ( Patients ) માટે આશા સાથે ભારત તરફ નજર માંડી રહ્યું છે. અહીં ગ્રેટ બ્રિટન વિશે વાત કરી રહ્યા છીએ. આ વર્ષે બ્રિટનમાંથી લગભગ 12 હજાર અંગ્રેજો તેમની સારવાર માટે ભારત આવવાના છે. અત્યાર સુધીમાં બ્રિટનથી લગભગ 3 હજાર દર્દીઓ તેમની સારવાર માટે ભારત પહોંચ્યા છે. દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે.

Join Our WhatsApp Community

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 ગણા વધુ અંગ્રેજ લોકો ભારતમાં ( India ) આવવાના છે. ગત વર્ષે માત્ર 1200 બ્રિટિશ લોકો સારવાર માટે ભારત આવ્યા હતા. આ વર્ષે આ આંકડો વધીને 12 હજારને પાર થવા જઈ રહ્યો છે. દરેકના મનમાં એક પ્રશ્ન હશે કે બ્રિટન જેવા વિકસિત દેશોમાંથી લોકો સારવાર માટે ભારત કેમ આવી રહ્યા છે. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ત્યાં સારવાર માટે જાય છે, દુનિયાભરમાંથી ઈલાજ ત્યાં શોધાય છે. તો એવુ શું થયું કે બ્રિટનના દર્દીઓ (  British patients ) ભારત આવી રહ્યા છે?

  છેલ્લા 6 મહિનામાં બ્રિટનના ડોક્ટર્સ અને નર્સો 8 વખત હડતાળ પર ગયા છે…

ભારત અને બ્રિટનના લગભગ એક ડઝન એસોસિએશનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા અને તેમને એવો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો હતો કે જે દર્દીઓ બ્રિટનમાં સારવાર માટે વેઇટિંગ લિસ્ટમાં છે તેઓ ભારત આવીને સારી સારવાર કરાવી શકે છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી CII અને UK ઈન્ડિયા બિઝનેસ ફોરમ પણ આ એસોસિએશનમાં સામેલ છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે બ્રિટિશ લોકોને સારવાર માટે ભારત કેમ આવવું પડે છે? છેલ્લા 6 મહિનામાં બ્રિટનના ડોક્ટર્સ અને નર્સો 8 વખત હડતાળ પર ગયા છે અને તેના કારણે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ 70 લાખ સુધી પહોંચી ગઈ છે. બ્રિટનમાં હાલમાં 15 હજાર ડોક્ટરોની અછત છે. આવી સ્થિતિમાં બ્રિટિશ દર્દીઓ સસ્તી અને સારી સારવાર માટે ભારત આવી રહ્યા છે. વિશ્વમાં સૌથી સસ્તી અને શ્રેષ્ઠ સારવાર ( treatment )  ભારતમાં જ છે.

આ સમાચાર પણ વાંચો : Neha Singh Rathore On Arun Govil: નેહા રાઠોડે હવે અરુણ ગોવિલ પર પ્રહારો કરતા કહ્યું, મર્યાદા પુરુષોત્તમના નામ પર વોટ માંગવામાં આવી રહ્યા છે, ચૂંટણી પંચને કરી ફરિયાદ.

મિડીયા રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં હાર્ટ બાયપાસ સર્જરીનો ખર્ચ 15 લાખ રૂપિયા, ફ્રાંસમાં 13 લાખ રૂપિયા, અમેરિકામાં 14 લાખ રૂપિયા છે, પરંતુ ભારતમાં હાર્ટ બાયપાસ સર્જરી લગભગ 4 લાખ રૂપિયામાં થાય છે. આ માટે બીજું ઉદાહરણ લઈએ. બ્રિટનમાં મોતિયાના ઓપરેશન માટે અંદાજે 3 લાખ 60 રૂપિયાનો ખર્ચ થાય છે. તે જ સમયે, ફ્રાન્સમાં તેની કિંમત 1 લાખ રૂપિયા અને અમેરિકામાં 2.25 લાખ રૂપિયા છે. ભારતમાં આની સરેરાશ કિંમત માત્ર 60 હજાર રૂપિયા છે.

બીજી તરફ ભારત વિશ્વમાં દવાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. કોરોનાની રસી, જીવન રક્ષક દવાઓ, ભારતનું નામ સર્વત્ર છે. વિદેશી દર્દીઓના સૂચકાંકમાં ભારત દસમા ક્રમે છે. આગામી દસ વર્ષમાં વિદેશી દર્દીઓ પાસેથી 3 લાખ 60 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે. બ્રિટનથી આવતા અંગ્રેજી દર્દીઓ પણ તેનો એક ભાગ હશે.

Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Exit mobile version