Site icon

શોકિંગ!! ન્ચુજર્સીથી લંડન જતી ફલાઈટમાં બિઝનેસ કલાસમાં મહિલા પર બળાત્કાર.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

અમેરિકાથી બ્રિટન જઈ રહેલા પ્લેનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ન્યૂજર્સીથી લંડન જતી બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જરે તેના પર બળાત્કાર થયો હોવાનો આરોપ કર્યો છે. આ કેસના આરોપીની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો.

આ ઘટના યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ માં બની હતી. “ધ સન” ન્યુઝ એજેન્સી અનુસાર ઘટના સમયે અન્ય મુસાફરો ઊંઘી રહ્યા હતા. પીડિતાએ ઘટના બાદ એરલાઇન સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ એરલાઇન સ્ટાફે બ્રિટિશ પોલીસને જાણ કરી હતી.

ન્યુ જર્સી અને લંડન વચ્ચેની સીધી ફ્લાઇટ લગભગ 7 કલાકનો સમય લાગે  છે. એરપોર્ટ ઓથોરિટીને તેની જાણ બાદ બ્રિટનના હીથ્રો ખાતે પ્લેન લેન્ડ થયા બાદ પોલીસ અધિકારીઓ પ્લેનમાંથી આરોપીની ધરપકડ કરી હતી બાદમાં પીડિતાને કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવી હતી.

આફ્રિકા બાદ હવે આ દેશના પ્રાણીઓમાં જોવા મળ્યો ઓમિક્રોન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી – મનુષ્યો માટે ખતરો; જાણો વિગતે

સત્તાવાળાઓએ વિમાનની ફોરેન્સિક તપાસ પણ કરી હતી. આ ઘટના ગત સપ્તાહે સોમવારે બની હતી. પીડિત મહિલા અને આરોપી બંનેની ઉંમર 40 વર્ષ છે.

news.sky.com મુજબ આરોપી બ્રિટનનો રહેવાસી છે અને પીડિતા પણ બ્રિટનની હોવાનું કહેવાય છે. ધ સન અનુસાર, આરોપી અને પીડિતા બિઝનેસ ક્લાસ સીટની અલગ-અલગ હરોળમાં હતા. બંને એકબીજાને પહેલાથી ઓળખતા ન હતા. જો કે, ઘટના બની તે પહેલા પીડિતા અને આરોપીઓ લાઉન્જ એરિયામાં સાથે દારૂ પી રહ્યા હતા અને તેમની વચ્ચે થોડી ચર્ચા પણ થઈ હતી.

બ્રિટિશ પોલીસે ધરપકડની પુષ્ટિ કરી છે અને હજુ તપાસ કરી રહી છે. પ્લેનમાં જાતીય સતામણીના બનાવો દુર્લભ માનવામાં આવે છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, તાજેતરના સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં એરોપ્લેન પર જાતીય હિંસામાં વધારો થયો છે.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version