Site icon

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને તેમના કેબિનેટમાં કર્યા ફેરબદલ, આ છે કારણ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

લોકડાઉન દરમિયાન કરેલી બિયર પાર્ટીને લઈને પક્ષો દ્વારા રાજીનામું આપવાના દબાણનો સામનો કરી રહેલા બ્રિટિશ વડા પ્રધાન  બોરિસ જ્હોનસને તેમના કેબિનેટમાં ફેરબદલ કરીરીસ-મોગ (૫૨) હાલમાં હાઉસ ઓફ કોમન્સના નેતા છે. વર્તમાન ચીફ વ્હીપ માર્ક સ્પેન્સર હાઉસ ઓફ કોમન્સના નેતા તરીકે રીસ-મોગનું સ્થાન લેશે. રીસ-મોગ, જે ૨૦૧૬ના લોકમત દરમિયાન યુરોપિયન યુનિયન છોડવાના સમર્થક હતા, તેઓ હવે કેબિનેટના સંપૂર્ણ સભ્ય હશે.

 ક્રિસ હીટન-હેરિસ નવા ચીફ વ્હીપ છે. ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ વ્હીપ સ્ટુઅર્ટ એન્ડ્રૂ આવાસના પ્રધાન હશે. સ્ટીફન બાર્કલેને વડા પ્રધાનના ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા પછી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આ એવા સમયે બન્યું છે જ્યારે જ્હોન્સન (૫૭) ‘પાર્ટીગેટ’ વિવાદ પછી તેમના પ્રશાસનને ફરીથી નવી કવાયત છે. વિપક્ષ અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો તેમના પર રાજીનામું આપવા દબાણ કરી રહ્યા છે.

WHOની ચેતવણી, ઓમિક્રોનએ છેલ્લો નથી, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ જ રહેશેઃ જાણો વિગતે 

વડાપ્રધાન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના ઘણા સલાહકારો અને અન્ય કર્મચારીઓની બદલી કરી ચૂક્યા છે. દરમિયાન, જ્હોન્સનના કાર્યાલયે જણાવ્યું હતું કે કેર સ્ટારર જાહેર કાર્યવાહીના ડિરેક્ટર હતા ત્યારે યૌન શોષણના આરોપી જિમી સેવિલીની કાર્યવાહીમાં સામેલ હતા તેવા ખોટા દાવા પછી વડા પ્રધાનનો માફી માંગવાનો કોઈ ઈરાદો નથી. જાે કે વડાપ્રધાનની આ પાર્ટીઓને લઈને લોકોનો ગુસ્સો હજુ શાંત થયો નથી. 

જોન્સને કોવિડ-૧૯ વિરોધી પ્રતિબંધો વચ્ચે ૨૦૨૦ અને ૨૦૨૧માં ભોજન સમારંભ યોજવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે. જેના કારણે સત્તા પર જોન્સનની પકડ નબળી પડી છે. વરિષ્ઠ નાગરિક સેવક સુ ગ્રેએ આવી કુલ ૧૬ ભોજન સમારંભની તપાસ કરી છે, જેમાંથી એક ડઝન પણ મેટ્રોપોલિટન પોલીસની તપાસ હેઠળ છે. ગયા અઠવાડિયે આ સંબંધમાં વચગાળાનો અહેવાલ બહાર આવ્યા પછી, જોન્સને માફી માંગી અને તેની ઓફિસમાં સમસ્યાઓનું નિરાકરણ કરવાનું વચન આપ્યું.

Nepal Crisis: નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે પીએમ ઓલીનું રાજીનામું, સેના એ કમાન સંભાળી, સરહદો પર હાઈ એલર્ટ
India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Exit mobile version