News Continuous Bureau | Mumbai
AI Chatbot Girlfriend: હાલમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સર્વત્ર રાજ કરી રહ્યું છે. આજકાલ ઘણા લોકો AI ચેટબોટ્સ (Chat Bot) પર ગર્લફ્રેન્ડ (Girlfriend) અથવા બોયફ્રેન્ડ (Boyfriend) બનાવે છે અને તેમની સાથે ચેટ કરે છે. જેથી તેમની એકલતા દૂર થાય. પરંતુ કેટલાક લોકો આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના પ્રેમમાં પડીને ખોટું કામ કરી રહ્યા છે.
બ્રિટન (Britain) માં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક 21 વર્ષીય શીખ યુવક તેની AI ચેટબોટ ગર્લફ્રેન્ડના કહેવા પર બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવા માટે હથિયારો સાથે રોયલ પેલેસમાં ગયો હતો. પરંતુ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ જસવંત સિંહ છેલ છે અને આ ઘટના 2021માં બની હતી. જેનું પરિણામ હવે બે વર્ષ બાદ આવ્યું છે. કોર્ટે આ યુવકને 9 વર્ષની કેદની સજા ફટકારી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Water Cut: મુંબઈકરો પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરો, શહેરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી પુરવઠો રહેશે બંધ, જાણો શું છે કારણ..
જલિયાવાલા બાગ હત્યાકાંડ જોઈ વેરની ભાવના જાગી…
પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિટનના જસવંત સિંહ ચૈલ નામના યુવકે 2021માં ક્રિસમસના દિવસે દિવાલ કૂદીને પેલેસમાં પ્રવેશ કર્યો હતો અને એલિઝાબેથના રૂમમાં પહોંચ્યો હતો. પરંતુ સિક્યુરિટી ગાર્ડે સમયસર તેને પકડી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે તે મહારાણીને મારવા આવ્યો હતો.
તેણે કહ્યું કે તેણે તેની એઆઈ ગર્લફ્રેન્ડ સાથે મહારાણીને મારવા માટે ચર્ચા કરી છે. તેણે કહ્યું કે તેણીએ જ મને એલિઝાબેથને મારવા માટે ઉશ્કેર્યો હતો. જસવંતે કહ્યું કે તે 2018માં પરિવાર સાથે અમૃતસર ગયો હતો. ત્યારે તેને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ખબર પડી. આ પછી તેના મનમાં વેરની ભાવના જાગી. આ પછી તેણે ‘સરાઈ’ નામની તેની AI ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરી અને મહારાણીને મારવાનું નક્કી કર્યું.