News Continuous Bureau | Mumbai
Bullet Train Deal: ભારત જાપાન ( Japan ) પાસેથી છ E5 સિરીઝની બુલેટ ટ્રેન ખરીદશે. બંને દેશો વચ્ચેની ડીલ ( Bullet Train Deal ) આ મહિનાના અંત સુધીમાં ફાઈનલ થઈ જવાની આશા છે. આ ડીલથી ગુજરાતમાં 2026 સુધીમાં પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની સંભાવના વધી જશે. સૂત્રોએ જણાવ્યું કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL ) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેન અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી માટે બિડ કરશે.
એક અહેવાલ મુજબ અમદાવાદ અને મુંબઈ ( Mumbai Ahemdabad Bullet train ) વચ્ચે 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મર્યાદિત સ્ટોપ અને ઓલ સ્ટોપ જેવી બંને સેવાઓ હશે. જેમાં મર્યાદિત સ્ટોપ ધરાવતી ટ્રેનો માત્ર બે કલાકમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે. જ્યારે, ઓલ સ્ટોપ સેવા લગભગ 2 કલાક 45 મિનિટ લેશે.
જાન્યુઆરી સુધી પ્રોજેક્ટનું કુલ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે..
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી સુધી પ્રોજેક્ટનું કુલ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં લગભગ 48 ટકા કામ આગળ વધ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 22 ટકા કામ થયું છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પ્રોજેક્ટમાં 100 કિમીથી વધુ વાયડક્ટ્સ (ખાસ પ્રકારના પુલ) બનાવવામાં આવ્યા છે. આ અંગે અધિકારીએ એખ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ નદીઓ પર છ પુલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં બનનારા 20 બ્રિજમાંથી સાતનું કામ પૂર્ણ થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: સીટ ફાળવણીને લઈને મહાયુતીમાં ભારે મૂંઝવણ, ભાજપ નેતાઓ હવે દિલ્હી જવા રવાના..
તેમજ આ સંદર્ભમાં, રેલ્વે મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કામમાં ઘણી પ્રગતિ થઈ છે. વહીવટીતંત્રે તમામ જિલ્લા કલેક્ટરને આ મહિનાના અંત સુધીમાં જમીન સોંપવાનું કામ પૂર્ણ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ અંતર્ગત, તાજેતરમાં જ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી હતી. રેલ્વે મંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકારે પરવાનગી આપવામાં વિલંબ ન કર્યો હોત તો અત્યાર સુધીમાં તેનું કામ નોંધપાત્ર રીતે આગળ વધી ગયું હોત.