ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
સંયુક્ત આરબ અમીરાત સ્થિત આરબટેક હોલ્ડિંગના શેરહોલ્ડરો, જેમણે વિશ્વની સૌથી ઉંચી ગગનચુંબી ઇમારત 'બુર્જ ખલીફા' બનાવવામાં મદદ કરી હતી, તે ફડચામાં ગઈ હોવાનું કંપનીના માલિકોએ જાહેર કર્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2009 માં દુબઈમાં આવેલી નાણાકીય કટોકટીમાં કંપનીને ઘણું નુકસાન થયું હતું. વળી કોરોના ને કારણે તેમની આ સમસ્યામાં વધારો નોંધાયો છે.વ્યવસાયિક પગલાં લીધા બાદ આ કંપનીને પાછી બેઠી કરવાના પણ અનેક પ્રયાસો થયા છે. પરંતુ એ તમામ નિષ્ફળ નિવડ્યા હતા. આને કારણે ગયા બુધવારે કંપનીના શેર દુબઈ ફાઈનાન્સિયલ માર્કેટમાં પીટાઈ ગયા હતા.
ગલ્ફના મોટાભાગના વિસ્તારોમાં એક દાયકા પહેલા ઉભી થયેલી કન્સ્ટ્રક્શન કંપની છે. કંપનીએ જણાવ્યું હતું કે, સક્ષમ અદાલતોમાં ફડચાની અરજી રજૂ કરવામાં આવે, તે પહેલાં મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કરવાની મંજૂરી આપવા અરબટેકના બોર્ડ પાસે મહત્તમ બે મહિનાનો સમય છે.. અર્કઆમ કેપિટલના ઇક્વિટી રિસર્ચ હેડ જાપ મેઇજેરે જણાવ્યું હતું કે, આનાથી ઘણાં લોકોની નોકરી પર "નોંધપાત્ર" અસર પડશે. કારણ કે તેમની પેઢીમાં આશરે 40,000 કર્મચારી કામ છે.
