News Continuous Bureau | Mumbai
Burning the Quran: ઇરાકી ભૂતપૂર્વ મુસ્લિમ સલવાન મોમિકા ( salwan momika ) , જેણે ઘણી વખત કુરાનને સળગાવ્યું હતું, તે નોર્વેમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, એક્સ સોશ્યિલ મિડીયા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મોમિકાએ તાજેતરમાં સ્વીડન છોડી દીધું હતું અને નોર્વેમાં આશ્રય માંગ્યો હતો.
મોમિકાએ તાજેતરમાં જ તેના સ્વીડનથી નોર્વે ( Norway ) શિફ્ટ થવા વિશે અપડેટ મૂક્યું હતું. તેણે એ પણ જાહેર કર્યું કે તેણે નોર્વેના સત્તાવાળાઓ પાસેથી આશ્રય અને રક્ષણ માટે અરજી કરી છે. વધુમાં તેણે પુષ્ટિ કરી હતી કે તે ઇસ્લામિક વિચારધારા ( Islamic Ideology ) સામે તેની લડાઈ ચાલુ રાખશે, પછી ભલે તેમાં ગમે તેટલો ખર્ચ કરવો પડે.
The lifeless body of Iraqi refugee and Islam critic Salwan Sabah Matti Momika has been found in Norway. Momika was known for organizing demonstrations in Sweden where he publicly burn Koran several times.https://t.co/I9yOTeSQOJ
— RadioGenoa (@RadioGenoa) April 2, 2024
થોડા સમય બાદ, એક સોશ્યિલ મિડીયા પોસ્ટમાં લખ્યું હતું, કે આજે મે સ્વીડન છોડી દીધું છે અને હવે નોર્વેના અધિકારીઓના રક્ષણ હેઠળ નોર્વેમાં છું. મેં નોર્વેમાં આશ્રય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે અરજી કરી છે. કારણ કે સ્વીડન ફિલસૂફો અને વિચારકો માટે આશ્રય સ્વીકારતું નથી, પરંતુ માત્ર આતંકવાદીઓ માટે આશ્રય સ્વીકારે છે,” મોમિકાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.
અનેક સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે સલવાનનો નિર્જીવ મૃતદેહ નોર્વેમાં મળ્યો હતો…
તેણે પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “સ્વીડિશ લોકો માટે મારો પ્રેમ અને આદર યથાવત્ રહેશે, પરંતુ સ્વીડિશ સત્તાવાળાઓ દ્વારા મારા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તે સ્વીડિશ લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. હું ઇસ્લામિક વિચારધારા સામે મારો સંઘર્ષ ચાલુ રાખીશ. જ્યારથી મેં ઇસ્લામ ( Islam ) વિરુદ્ધ સંઘર્ષ શરૂ કર્યો છે, ત્યારથી મારે ઘણું સહેવુ પડ્યું છે. પરંતુ તેમ છતાં આગળ પણ આ જંગ જારી રહેશે.
Today I left Sweden and am now in Norway under the protection of the Norwegian authorities.
I applied for asylum and international protection in Norway because Sweden does not accept asylum for philosophers and thinkers, but only accepts asylum for terrorists. My love and… pic.twitter.com/tbg883NqKc
— Salwan momika (@salwan_momika1) March 27, 2024
આ સમાચાર પણ વાંચો : Chardham Yatra 2024: કેદારનાથ માટે હેલીનું ભાડું થશે મોંઘુ, પાંચ ટકાનો વધારો થશે, ટિકિટ બુકિંગ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત..
જો કે, અનેક સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે સલવાનનો નિર્જીવ મૃતદેહ નોર્વેમાં મળ્યો હતો. જો કે, નોર્વેના સત્તાવાળાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, બકરી ઇદ 2023 ના દિવસે, સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર વિરોધ કરતા સલવાન મોમિકાએ અપમાનજનક કૃત્યમાં પવિત્ર કુરાનના કેટલાક પૃષ્ઠોને સળગાવી દીધા હતા. તેણે પવિત્ર કુરાનના પર બેકનની પટ્ટી પણ મૂકી અને તેના પગથી કુરાનને કચડી હતી. આમાં તેની સાથે અન્ય એક વિરોધકર્તા પણ જોડાયો હતો જેણે મોમિકાએ જે કહ્યું તેનો અનુવાદ કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના 28 જૂન 2023 (સ્થાનિક સમય) ના રોજ ઈદ-અલ-અધાના તહેવારો દરમિયાન નોંધાઈ હતી.
#BREAKING: Salwan Momika, a man who burnt the Qur@n several times in Sweden, was killed by radical Islamists in Norway pic.twitter.com/0cDBfNa8YZ
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 2, 2024
નોંધનીય છે કે, સલવાન સબાહ મટ્ટી મોમિકા, વિશ્વમાં એવા માણસ તરીકે ઓળખાય છે કે જેણે શરૂઆતમાં પવિત્ર ગ્રંથને બાળવાની પરવાનગી માંગી હતી અને પછીથી, કોઈ ડર વિના તેણે કુરાનને જાહેરમાં આગ લગાવી દીધી હતી, તે 37 વર્ષીય ઇરાકી શરણાર્થી છે. જેણે ખુલ્લેઆમ ઈસ્લામ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જો કે, સલમાન મોમિકા થોડા વર્ષો પહેલા ઇરાકથી સ્વીડન ભાગી ગયો હતો અને સ્ટોકહોમ કાઉન્ટીના સોડેર્ટાલ્જેમાં જર્ના નગરપાલિકામાં રહેતો હતો. તેમજ હાલ તેણે નોર્વેમાં શરણાર્થી માટે અરજી કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)