મધ્ય આફ્રિકાના પશ્ચિમ કેમરુનમાં ગોઝારો અકસ્માત થયો છે
ગેરકાયદેસર ઇંધણ લઇ જઇ રહેલી ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 53 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 23 લોકોને ઇજા પહોંચી છે.
મૃત્યુઆંક વધી શકે છે કારણ કે બચાવ કાર્યકરો હજી પણ ક્રેશ થયેલી બસનો કાટમાળ સાફ કરી રહ્યા છે.