India – France : કેબિનેટે ડિજિટલ સોલ્યુશન્સ માટે ભારત – ફ્રાન્સ વચ્ચેના એમઓયુને(MoU) મંજૂરી આપી

Cabinet Approves MoU Between India - France for Digital Solutions
Cabinet Approves MoU Between India - France for Digital Solutions

News Continuous Bureau | Mumbai 

India – France : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની(PM Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે(Cabinet Ministers) પ્રજાસત્તાક ભારતનાં(India) ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા પ્રજાસત્તાક ફ્રાન્સનાં(France) અર્થતંત્ર, નાણાં અને ઔદ્યોગિક તથા ડિજિટલ સંપ્રભુત્વ મંત્રાલય વચ્ચે ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

વિગતો:

એમઓયુનો(MoU) આશય ડિજિટલ ટેકનોલોજી(digital technology) સાથે સંબંધિત માહિતીનાં આદાન-પ્રદાન અને ગાઢ સહકારને પ્રોત્સાહન આપવાનો છે તથા એમઓયુ અનુસાર દરેક સહભાગીનાં તેમનાં દેશમાં ડિજિટલ ટેકનોલોજીની સુલભતાને પ્રોત્સાહન આપવાનાં લક્ષ્યાંકને પારસ્પરિક ટેકો આપશે.

મુખ્ય અસર:

ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં જી2જી અને બી2બી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવામાં આવશે. એમઓયુમાં સહયોગમાં સુધારો કરવાની કલ્પના કરવામાં આવી છે, જે આઇટી ક્ષેત્રમાં રોજગારીની તકો તરફ દોરી જશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

આ એમઓયુ હેઠળ સહકાર બંને સહભાગીઓ દ્વારા તેના હસ્તાક્ષરની તારીખથી શરૂ થશે અને પાંચ (5) વર્ષ સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : India – Papua New Guinea : કેબિનેટે ડિજિટલ સોલ્યુશન્સ માટે ભારત-પાપુઆ ન્યુ ગિની વચ્ચેના એમઓયુને(MoU) મંજૂરી આપી..

પાશ્વભાગ:

એમઈઆઈટીવાયને સહકારના દ્વિપક્ષીય અને પ્રાદેશિક માળખા હેઠળ માહિતી ટેકનોલોજીના ઉભરતા અને અગ્રણી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાનાં પોતાનાં પ્રયાસોમાં એમઇઆઇટીવાયએ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સમજૂતી પર વિવિધ દેશોની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે સમજૂતીકરારો/સમજૂતીઓ કરી છે. આ બદલાતા દાખલામાં, આ પ્રકારના પારસ્પરિક સહકાર દ્વારા ડિજિટલ ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો શોધવાની અને રોકાણને આકર્ષિત કરવાની તાતી જરૂર છે.

ભારત અને ફ્રાંસ ભારત-યુરોપિયન ક્ષેત્રમાં લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારો છે. ભારત અને ફ્રાન્સ સમૃદ્ધ ડિજિટલ ઇકો સિસ્ટમને પોષવા અને સહયોગનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે તેમના નાગરિકોને સશક્ત બનાવે અને ડિજિટલ સદીમાં તેમની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરે.

સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી પર ભારત-ફ્રાન્સ રોડ મેપની જાહેરાત વર્ષ 2019નાં રોજ થઈ હતી, જેનાં આધારે ભારત અને ફ્રાન્સ અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીઓ પર મહત્ત્વાકાંક્ષી દ્વિપક્ષીય સહકારને આગળ ધપાવી રહ્યાં છે, ખાસ કરીને સુપર કમ્પ્યુટિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ)નાં માળખાનો પણ સમાવેશ થાય છે.

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!