કેનેડા સરકારે મૂળ નિવાસીઓની ભાષા અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં દાખલ અનેક કેસનો નિવેડો લાવવા સમાધાન કરી લીધું છે. જેના અંતર્ગત તે લગભગ રૂ.17 હજાર કરોડનું વળતર ચૂકવશે. એક રાષ્ટ્રીય આયોગે નિવાસી સ્કૂલોમાં આદિવાસીઓને ફરજિયાત રીતે દાખલ કરવાની સિસ્ટમને સાંસ્કૃતિક નરસંહાર જણાવ્યો હતો. 2012માં આ કેસ દાખલ કરાયા હતા. કેનેડામાં 19મી સદીથી 1990ના દાયકા સુધી હજારો મૂળ નિવાસી વિદ્યાર્થીઓને 130 આવાસીય સ્કૂલોમાં રહીને ભણવું પડ્યું હતું.
તેમને પોતાનાં પૂર્વજોની ભાષા બોલવા અને રીત-રિવાજ માનવાને કારણે હિંસાનો ભોગ બનવું પડતું હતું. અનેક કેસમાં મૂળ નિવાસીઓનાં બાળકોને તેમનાં પરિવારો પાસેથી ઝુંટવીને સ્કૂલોની હોસ્ટેલમાં દાખલ કરી દેવાતા હતા. આવી મોટાભાગની સ્કૂલો ચર્ચ ચલાવતા હતા. આ સ્કૂલોમાં બીમારી, કુપોષણ, ઉપેક્ષા, દુર્ઘટનાઓ, અગ્નિકાંડો અને હિંસામાં હજારો વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા હતા. નવા સમાધાન અંતર્ગત અદાલતની મંજૂરી મળવાની બાકી છે. જો સમાધાન મંજૂર થાય છે તો 2006 પછી આ પૂર્વ છાત્રોને વળતર આપવાનો આ છઠ્ઠો કેસ હશે. એ સમયે રચાયેલા એક આયોગે પૂર્વ છાત્રોની સુનાવણીની અનેક ભલામણો કરી હતી. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવા સમાધાનને સંપૂર્ણ રીતે લાગુ કરવાનું વચન આપ્યું છે. મૂળ નિવાસી બાબતોના મંત્રી માર્ક મિલરનું કહેવું છે કે, કેસ દાખલ કરનારાનું એ કહેવું સાચું છે કે, તેમની ભાષા,સંસ્કૃતિ અને વારસાનો સફાયો કરાયો છે. સરકાર અત્યાર સુધી આ પ્રકારના કેસોમાં કુલ રૂ.80 હજાર કરોડ આપી ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો: Spicy Food: માત્ર 10 મિનિટમાં તૈયાર કરો મસાલેદાર વટાણાનું અથાણું, ખાવાનો સ્વાદ બમણો થઈ જશે