ન્યુઝીલેન્ડ બાદ હવે કેનેડાએ પણ ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
કેનેડાએ ભારત તરફથી આવતી તમામ વ્યવસાયિક અને ખાનગી મુસાફરોની ફ્લાઇટ્સ પર 30 દિવસના પ્રતિબંધની જાહેરાત કરી છે.
ભારતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના અનેક કેસો મળી આવ્યા બાદ જસ્ટિન ટ્રુડો સરકારે આ અંગે નિર્ણય લીધો છે.
ભારતની સાથે કેનેડાએ પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.