કેનેડાના આ શહેરમાં જાહેર કરવામાં આવી ઈમરજન્સીઃ પરિસ્થિતિ નિયંત્રણ બહાર, મેયરે માગી મદદ જાણો વિગત,

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

સોમવાર.

કેનેડામાં કોરોનાને લઈને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. એટલે સુધી કે કેનેડાની રાજધાની ઓટાવામાં ટ્રક ડ્રાઈવરો નું પ્રદર્શન નિયંત્રણ બહાર થઈ ગયું છે.

રવિવારે ઓટાવાના મેયરે કહ્યું હતું કે શહેરને ચારે તરફથી ડ્રાઈવરોએ બંધ કર્યુ છે. ત્યારબાદ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી.  પ્રદર્શનકારીઓ કોવિડ 19 વેક્સિન ફરજિયાત કરવા સામે અને કોરોના વાઈરસ પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે.

આ પ્રદર્શનકારી સૌથી પહેલા 29 જાન્યુઆરીએ ઓટાવામાં આવ્યા હતા. જ્યાં તેમણે રસ્તા પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ અને પોતાના ટેન્ટ લગાવ્યા. તેનાથી સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીઓ પડી રહી હોવાનો દાવો મેયરે કર્યો હતો.

આ ઇસ્લામિક દેશની સરકારે લાગુ કર્યો નવો શ્રમ કાયદો, ભારતીયોને પણ થશે ફાયદો ; જાણો વિગતે

વિરોધ પ્રદર્શનના કારણે સામાન્ય નાગરિકોને સુરક્ષાનું જોખમ ઊભું થયું છે. આવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવાને કારણે મેયર જિમ વોટસને ઈમરજન્સીની જાહેરાત કરી છે.

એક દિવસ પહેલા પણ વોટસને સ્થિતિને નિયંત્રણ બહાર હોવાનું જણાવ્યું હતું અને  કહ્યું હતું કે  પ્રદર્શન કરનારા લોકોની સંખ્યા એટલી મોટી છે કે તેમની આગળ પોલીસકર્મીઓ ઓછા પડી રહ્યા છે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment