Site icon

Canada US Trade War : શું ન્યૂ યોર્કમાં છવાઈ જશે અંધારપટ? આ કેનેડિયન શહેરે અમેરિકાને 1.5 મિલિયન લોકોની વીજળી કાપી નાખવાની આપી ચેતવણી..

Canada US Trade War :કેનેડાના ઓન્ટારિયો શહેરના પ્રીમિયરે અમેરિકાના ત્રણ મોટા રાજ્યોમાં વીજળીના પુરવઠા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ઓન્ટારિયો કેનેડાનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે અને 1.5 મિલિયન અમેરિકનોને વીજળી પૂરી પાડે છે. શહેરના પ્રીમિયર ડગ ફોર્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ આ ચાર્જ વધુ વધારવામાં અચકાશે નહીં.

Canada US Trade War Ontario Applies 25 Per Cent Surcharge on Electricity Exports to United States

Canada US Trade War Ontario Applies 25 Per Cent Surcharge on Electricity Exports to United States

News Continuous Bureau | Mumbai

Canada US Trade War :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પડોશી દેશો મેક્સિકો અને કેનેડાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે 2 એપ્રિલથી તેમની સામે ટેરિફ લાદવામાં આવી શકે છે અને સમય જતાં તેમાં વધુ વધારો થઈ શકે છે.  આ ચેતવણી બાદ વેપાર તણાવ વધુ વધ્યો છે. તેના જવાબમાં, કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોએ યુએસમાં નિકાસ થતી વીજળી પર 25% ડ્યુટીની જાહેરાત કરી.

Join Our WhatsApp Community

Canada US Trade War :વીજળી સપ્લાય કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશું 

વાસ્વતમાં, ઑન્ટારિયો ન્યૂ યોર્ક, મિનેસોટા અને મિશિગનમાં 1.5 મિલિયન અમેરિકન ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અમેરિકા ટેરિફ વધારશે તો તે અમેરિકાને વીજળી સપ્લાય કરવાનું સંપૂર્ણપણે બંધ કરી શકે છે. ડગ ફોર્ડે કહ્યું, જો અમેરિકા તેના ટેરિફમાં વધારો કરશે, તો હું વીજળી સંપૂર્ણપણે બંધ કરવામાં અચકાઈશ નહીં. ફોર્ડે એમ પણ કહ્યું કે તેમને અમેરિકન નાગરિકો માટે ખરાબ લાગે છે કારણ કે તેમણે આ વેપાર યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ ફક્ત એક જ વ્યક્તિ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેના માટે જવાબદાર છે.

Canada US Trade War : ઓન્ટારિયોને આર્થિક લાભ મળશે

નવા વીજળી દરો ઓન્ટારિયો સરકાર માટે દરરોજ CA$300,000 થી CA$400,000 ($208,000 – $277,000 USD) ની વધારાની આવક પેદા કરશે. આ નાણાંનો ઉપયોગ ઑન્ટારિયોના કામદારો, પરિવારો અને વ્યવસાયોને ટેકો આપવા માટે કરવામાં આવશે. આ ટેરિફ યુએસ ઉત્પાદનો પર ફેડરલ સરકાર દ્વારા લાદવામાં આવેલા $21 બિલિયનના પ્રતિશોધાત્મક ટેરિફ ઉપરાંત હશે.

આ સમાચાર પણ વાંચો : Cyber Attack X: સો. મીડિયા પ્લેટફોર્મ X પર એક વાર નહીં પણ ત્રણ વાર થયો સાયબર હુમલો , યુઝર્સને ઍક્સેસ કરવામાં  આવી રહી છે સમસ્યા

Canada US Trade War :યુએસ ટેરિફ અને ફોર્ડનો પ્રતિભાવ

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% ટેરિફની જાહેરાત કરી હતી, જેનાથી ફુગાવા અને આર્થિક મંદીની આશંકા વધી ગઈ હતી. મેક્સિકો, કેનેડા અને ચીને તરત જ વળતો હુમલો કર્યો. ફોર્ડે ટ્રમ્પને ટેરિફ પાછા ખેંચવા હાકલ કરી, ચેતવણી આપી કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે તબક્કાવાર નાબૂદ ન થાય ત્યાં સુધી ઓન્ટારિયો પાછું નહીં ખેંચે. તેમણે કહ્યું, હું અમેરિકનોને મહત્તમ દુઃખ પહોંચાડવા માટે કંઈ પણ કરીશ કારણ કે ટ્રમ્પ દરરોજ પોતાનું વલણ બદલી રહ્યા છે અને કેનેડા પર હુમલો કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અમેરિકા અને કેનેડા વચ્ચે વધતા વેપાર તણાવની અસર બંને દેશોના વેપાર અને ઉર્જા સંબંધો પર પડી છે. ઑન્ટારિયોના 25% વીજળીના ટેરિફને ટ્રમ્પના ટેરિફના મજબૂત પ્રતિભાવ તરીકે જોવામાં આવે છે. જો આ વિવાદ વધશે, તો તેની અસર અમેરિકા અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધો પર પડી શકે છે.

Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
India-US Relations: અમેરિકા સાથે વધતા તણાવ ની વચ્ચે ટ્રમ્પના ‘સૌથી સારા મિત્ર’ વાળી પોસ્ટ પર પીએમ મોદી એ આપ્યો આવો જવાબ
Nepal Crisis: નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે પીએમ ઓલીનું રાજીનામું, સેના એ કમાન સંભાળી, સરહદો પર હાઈ એલર્ટ
Exit mobile version