176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે.
મુશળધાર વરસાદને કારણે પૂર અને માટી ધસી પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
અહીંયા ભૂસ્ખલનના પણ ઘણા બનાવો બન્યા છે. જેના કારણે સંપર્ક પણ તૂટી ગયા છે.
અધિકારીઓનું કહેવું છે કે તેમને જાન-માલને વધુ નુકસાન થવાની આશંકા છે.
સાથે જ અહીંયા કેટલાય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ મામલે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ પણ કહ્યું કે વોશિંગટનમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. જેના કારણે ઘણા બધા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી; જાણો વિગતે
You Might Be Interested In