News Continuous Bureau | Mumbai
Cannabis in Ukraine: યુક્રેનની સરકારે ભાંગને કાયદેસર ( Legally ) બનાવવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. કાયદા અનુસાર, છ મહિના પછી, યુક્રેનમાં કાયદેસર રીતે ભાંગ વેચવાનું શરૂ થશે. યુક્રેનમાં ભાંગને કાયદેસર બનાવવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. યુક્રેનિયન ધારાસભ્યના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં 6 મિલિયનથી વધુ લોકો જેવા કે કેન્સરના દર્દીઓ, આઘાતથી પીડિત નાગરિકો અને ઘાયલ સૈનિકોનોને હાલ ભાંગયુક્ત દવાની જરૂર પડે છે.
એક અહેવાલ અનુસાર, મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ( Volodymyr Zelenskyy ) ભાંગને કાયદેસર બનાવવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ બિલના પ્રકાશનના છ મહિના પછી તે કાયદો બની જશે. જો કે, યુક્રેનમાં મનોરંજનના ઉપયોગ માટે ભાંગના વેચાણ ( Cannabis sales ) અથવા સપ્લાય પર 6 મહિના માટે પ્રતિબંધ રહેશે. સંસદે ( Parliament ) ડિસેમ્બરમાં યુદ્ધ સમયના સ્વયંસેવકો દ્વારા સમર્થિત કાયદાને સમર્થન આપ્યું હોવાના અહેવાલ છે, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન યુલિયા ટિમોશેન્કોના પક્ષના નેતાઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે આ કાયદો દેશના ભવિષ્ય માટે ખતરો છે. આવી સ્થિતિમાં દેશમાં નશાખોરોની સંખ્યા વધી શકે છે.
Cannabis is now legal in Ukraine
Zelensky signed a law on legalization of medical cannabis
Kiev now allows for marijuana cultivation for medical purposes
Do you think ZeIensky is getting bIitzed ? pic.twitter.com/Olk6bh7OTW
— Zagonel (@Zagonel85) February 16, 2024
હાલ યુક્રેન ઉપરાંત ઘણા દેશોમાં ભાંગને કાયદેસર બનાવવાની વાત ચાલી રહી છે…
હાલમાં, યુક્રેનના આરોગ્ય મંત્રાલયે આ નવા કાયદાને સમર્થન આપ્યું છે. યુક્રેનિયન આરોગ્ય મંત્રાલયે રોગો અને તબીબી પરિસ્થિતિઓની સૂચિ તૈયાર કરવી જરૂરી છે. જેમાં ભાંગયુક્ત દવાનું સેવન ફાયદાકારક છે. આ કાયદા મુજબ ભાંગની ખેતી અને વેચાણ માટે લાયસન્સ જરૂરી છે. આ ઉપરાંત, પોલીસ ભાંગની ખેતી કરનારાઓનું 24 કલાક વિડિયો સર્વેલન્સ પણ કરશે.
આ સમાચાર પણ વાંચો : Vayu Shakti Exercise 2024: વાયુ શક્તિ 2024 કવાયત માટે જોધપુર એરફોર્સ સ્ટેશન પર જોરદાર તૈયારીઓ, આ તારીખથી શરૂ થશે અભ્યાસ.. જુઓ તસવીરો
એક રિપોર્ટ મુજબ, હાલ યુક્રેન ઉપરાંત ઘણા દેશોમાં ભાંગને કાયદેસર બનાવવાની વાત ચાલી રહી છે, થોડા મહિના પહેલા જર્મનીમાં પણ ભાંગને કાયદેસર કરવાની માંગ ઉઠી હતી. તે જ સમયે, ભારતના હિમાચલ પ્રદેશમાં ભાંગની ખેતીને કાયદેસર બનાવવા માટે પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)