Site icon

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ સીઈઓનું મોટું નિવેદન. ટિ્‌વટર કંપનીનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે. 

News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા કંપની ટિ્‌વટરને ટેસ્લાના માલિક એલન મસ્કે ૪૪ બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ. ટિ્‌વટરને ખરીદ્યા બાદ એલન મસ્કે અભિવ્યક્તિની આઝાદીની વકીલાત કરીને ટિ્‌વટ કર્યુ અને કહ્યુ કે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી સૌથી મહત્વની હોય છે. વળી, ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટિ્‌વટર વેચાયા બાદ કહ્યુ કે ટિ્‌વટરનુ ભવિષ્ય અનિશ્ચિત છે. ટિ્‌વટર વેચાયાના એલાન બાદ કર્મચારીઓને સંબોધિત કરીને પરાગ અગ્રવાલે કહ્યુ કે કંપની એલન મસ્કને કંપની વેચવા માટે રાજી થઈ ગઈ છે. જો કે, હજુ આગળની રાહ પર વાત નથી થઈ. તેમણે કહ્યુ કે અમારી પાસે બધા સવાલોના જવાબ નથી. આ સમય અનિશ્ચિતતાનો સમય છે. ઉલ્લેખનિય છે કે જો પરાગ અગ્રવાલને કંપની તેમના પદ પરથી હટાવે તો રિપોર્ટ મુજબ તેમને ૪૨ મિલિયન ડૉલરની રકમ ચૂકવવી પડશે. પરાગ અગ્રવાલે કંપનીના કર્મચારીઓને ભરોસો અપાવ્યો છે કે તે ડીલ પૂરી થવા સુધી કંપનીના સીઈઓ રહેશે.

આ સમાચાર પણ વાંચો :શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન આવાસને ઘેરી લીધું

Join Our WhatsApp Community

ટિ્‌વટરના સ્વતંત્ર બોર્ડના સભ્ય ચેર બ્રેટ ટેલરે કહ્યુ કે એક વાર જ્યારે ડીલ પૂરી થઈ જશે ત્યારે મને ખબર નથી કે કંપની કઈ દિશામાં જશે. કંપનીના વેચાયા બાદ ટિ્‌વટર પ્રાઈવેટ કંપની થઈ જશે, કંપનીનુ બોર્ડ ભંગ થઈ જશે. આ પહેલા પરાગ અગ્રવાલ અને એલન મસ્કે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે ટિ્‌વટરનો એક ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે જેનાથી આખી દુનિયા પ્રભાવિત છે. અમને પોતાની ટીમ પર ગર્વ છે. એલન મસ્ક ટિ્‌વટર સાથે એક સવાલ-જવાબ સેશનમાં જોડાશે. કંપનીએ પોતાના કર્મચારીઓને આ અંગે માહિતી આપી છે. ટિ્‌વટરે સોમવારે એલાન કર્યુ કે તે એલન મસ્ક સાથે આ વાત માટે રાજી થઈ ગયા છે કે કંપનીને ૪૪ બિલિયન ડૉલરમાં વેચવામાં આવે અને કંપનીના દરેક શેરના બદલે શેરધારકોને ૫૪.૨૦ ડૉલરની રકમ આપવામાં આવશે. નોંધનીય વાત છે કે એલન મસ્કે કહ્યુ હતુ કે તે ટિ્‌વટરને ખરીદવા માંગે છે કારણકે અભિવ્યક્તિની આઝાદીનુ ટિ્‌વટર સંપૂર્ણપણે પાલન નથી કરી રહ્યુ.

 

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version