ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
પૂરી દુનિયાને કોરોનાથી ત્રસ્ત થઈ ગઈ છે. કોરોનાથી બચવા વેક્સિનેશન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે કોરોનાની વેક્સિનની સાથે જ ખાસ પ્રકારની ચ્યુઈંગમ પ્રભાવી સાબિત થશે એવો દાવો પેનિસિલ્વ્હાનિયા યુનિર્વસિટીના નિષ્ણાતોએ કર્યો છે.
આ નિષ્ણાતોના દાવા મુજબ ચ્યુઈંગમ ખાતા હોય ત્યારે 95 ટકા કોરોનાના વિષાણુ મોઢોમાં જ ટ્રેપ થઈ જાય છે. તેથી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઘટી જશે.
કોરોનાના વિષાણુ લાળ દ્વારા મોટા પ્રમાણમાં ફેલાતા હોવાથી તેનો ચેપ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધન માટે વાપરેલું ચ્યુઈંગમ ખાતા સમયે તે મોઢામાં જાળીની માફક કામ કરશે. તેથી કોરોનાગ્રસ્ત વ્યક્તિ બોલતા સમયે અથવા છીંકતા સમયે તેના મોઢામાંથી બહાર પડનારા વિષાણુઓને રોકવાનું કામ આ ચ્યુઈંગમ કરશે, એવો દાવા પણ આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યા છે.
આ ચ્યુંઈગમમાં એસઈ-2 પ્રોટીન હોય છે, જે પેશીના પૃષ્ઠભાગ સુધી જાય છે. કોરોના વિષાણુ પેશીમાં જશે તો પણ તેના ઘટકો ચ્યુંઈગમના એસઈ-2 પ્રોટીનમાં ભળી જળે. ત્યારે તેનો વાઈરલ લોડ 95 ટકા સુધી ઓછો થશે એવો પણ આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. આ ચ્યુઈંગમનો ટેસ્ટ લોકો ખાય છે તેવી ચ્યુઈંગમ જેવો જ હશે. હજી સુધી જોકે તે બજારમાં ખાવા માટે ઉપલબ્ધ થઈ નથી.