ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
પાકિસ્તાનનું અર્થતંત્ર ખંડેર બની ગયું છે. સતત વધતી મોંઘવારીને લીધે, આમ જનતા અત્યંત ભીંસ અનુભવી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પરિસ્થિતિ સુધરી રહી હોવાની વાતો કરી રહ્યા છે. પરંતુ, વાસ્તવિકતા જુદી જ છે. સર્બિયા સ્થિત પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીઓએ ટિવટ કરી વડાપ્રધાનને જણાવ્યું હતું કે, 'મોંઘવારીએ પાછળનાં તમામ વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આપ (ઇમરાન ખાન) ક્યાં સુધી તેવી આશા રાખી શકો કે, અમે સરકારી અધિકારીઓ, ચૂપ રહેશું ? અમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર જ નથી મળ્યો. પગાર વીના અમે ક્યાં સુધી આપના માટે કામ કરતા રહી શકીએ ? અમારા બાળકો સ્કૂલની ફી પણ ભરી શકતા નથી. તેથી તેમને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. શું આ આપનું નવું-પાકિસ્તાન છે ?' ડૉકટર અસર્લન ખાવીદ ઇમરાન ખાનના ડીજીટલ મીડીયા સંબંધી મુખ્ય વ્યકિત છે. તેમણે આ અંગે એવો બચાવ કર્યો હતો કે, વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે સર્બિયા સ્થિત અમારા દૂતાવાસનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય તે અંગે તપાસ કરી રહ્યું છે. જાે કે હમણાં જ પાકિસ્તાન સરકારે સઉદી-ફંડ-ફોર ડેવલપમેન્ટ પાસેથી ૩ અબજ ડોલર કર્જ તરીકે લીધા છે. પાકિસ્તાનના મીડીયા રીપોર્ટ પ્રમાણે આ દેવું ખૂબ ઉંચા વ્યાજ દરે કરવામાં આવ્યું છે. પાકિસ્તાને ચીન પાસેથી તો કેટલાયે અબજ ડોલર કર્જ પેટે લીધા છે. તે ચીનના ગજબના બોજા નીચે છે. આ સંયોગોમાં ભારત સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનની ટિ્વટ ઉપર 'કીલ્લી' ઉડાડે છે. સાથે ઇમરાનખાનની પણ મશ્કરી કરે છે. સહજ છે કે રાજકીય નિરીક્ષકો તેને પાકિસ્તાનની અને ઇમરાન ખાનની બેઇજ્જતી તરીકે જ દર્શાવે.
મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…