News Continuous Bureau | Mumbai
China Beggar: આખી દુનિયામાં લોકો પૈસા કમાવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ કરે છે. પરંતુ ઘણા લોકો પૈસા કમાવવા માટે એવા કામ કરે છે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં જ ચીનનો ( China ) એક ભિખારી આવા જ કેટલાક કારણોસર ચર્ચામાં છે. આ ભિખારી ( Beggar ) એક મહિનામાં 70,000 યુઆન (8 લાખ રૂપિયા) કમાય છે, તે પણ માત્ર ભીખ માંગીને. ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ વાસ્તવમાં ભિખારી નથી પરંતુ તે એક પ્રોફેશનલ એક્ટર છે.
છેલ્લા 12 વર્ષથી ( Chinese Actor ) અભિનેતા લુ જિંગાંગ ( Lu Jingang ) લોકપ્રિય પર્યટન સ્થળો પર ભિખારીની જેમ કામ કરી રહ્યો છે. જેનાથી લોકોને તેના પર દયા આવે અને તે પૈસા કમાવી શકે. લુ જિંગાંગને જોઈને, તમે વિચારશો કે તે એક ગરીબ ભિખારી છે. જે ઘણી મુશ્કેલીઓથી તેનું જીવન નિર્વાહ કરી રહ્યો છે, પરંતુ આ તેનો અભિનય છે અને આવી જ રીતે ઘણા રુપિયા કમાવી રહ્યો છે.
ચીનમાં સરેરાશ માસિક વેતન ( Monthly salary ) હાલમાં લગભગ 29,000 યુઆન છે.
તેના ધૂળથી રંગાયેલા ચહેરા, ઉદાસી આંખો અને સાધારણ કપડાં સાથે, તેણે પ્રવાસીઓ સામે દયામણું બનવવાની કળામાં નિપુણતા મેળવી છે. તેથી આ પ્રતિભાશાળી અભિનેતા દર મહિને 70,000 યુઆન ($9,730- રૂ. 8 લાખ) સુધીની કમાણી કરે છે અને લોકો તેને સારું ભોજન પણ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro : મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં મળશે અવિરત મોબાઈલ ઈન્ટરનેટ સેવા; MMRCએ રિયાધ સ્થિત ACESની પેટાકંપની સાથે કર્યા કરાર..
ટાઈમ ડોક્ટરના જણાવ્યા અનુસાર, ચીનમાં સરેરાશ માસિક વેતન હાલમાં લગભગ 29,000 યુઆન ($4,000- રૂ. 3.33 લાખ) છે. જેંમાં લુ જિંગાંગને એશિયન દેશમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓમાંથી એક બનાવે છે. કેટલાક લોકોએ તેને ચીનનો સૌથી ધનિક ભિખારી પણ કહેવાનું શરૂ કર્યું છે. જે તકનીકી રીતે ખોટું છે કારણ કે તે એક વ્યાવસાયિક અભિનેતા છે, જે નફા માટે ભિખારીનો રોલ કરે છે.
ભિખારી તરીકે અભિનય કરવા અંગે, લુએ એક નિવેદન આપતા કહે છે કે, તેણે આ રસ્તો પસંદ કર્યો કારણ કે તેને અભિનયનો શોખ છે અને તેને ઓડિશન આપ્યા વિના અભિનય કરવાની તક મળી હતી. શરૂઆતમાં તેના પરિવારે તેને સાથ ન આપ્યો પરંતુ તેની કમાણી જોઈને પરિવારે પણ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું.