News Continuous Bureau | Mumbai
વૈશ્વિક મહામારી કોરોનાએ(Global epidemic Corona) ફરી એકવાર ચીનમાં(China) રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. વુહાનથી (Wuhan) ઉત્તર પશ્ચિમમાં અનેક શહેરોમાં કોરોનાના (Covid-19) કેસ ફરી એકવાર સામે આવ્યા પછી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યો છે.
સ્થાનિક પ્રશાસને એક જિલ્લામાં આઠ લાખથી વધારે લોકોને 30 ઑક્ટોબર સુધી ઘરની અંદર રહેવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ચીનનું ચોથું સૌથી મોટું શહેર ગ્વાંગઝોઉ(Guangzhou) અને તેની રાજધાની ગુઆંગ્ઙોંગમાં (capital, Guangdong) અનેક વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યા છે. આર્થિક ગતિવિધિઓને(economic activities) ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વધુ કડક કર્યા. ગુઆંગઝૂમાં રસ્તાઓ અને ગલી-વેને સીલ કરી દેવામાં આવ્યા છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ! આ દેશમાં કોરોના દર્દીને ઊંચકવા માટે બોલાવી ક્રેન- જુઓ વાયરલ વિડીયો
મહત્વનું છે કે ચીનમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 1,000થી વધારે નવા કેસ સામે આવ્યા છે. વુહાન એ જ શહેર છે જ્યાં કોરોના વાયરસનો(Corona virus) પહેલો કેસ નોંધાયો હતો. ચીને કોરોનાને ધ્યાનમાં રાખતા કડક ઝીરો કોવિડ પૉલિસી લાગુ પાડી છે. આ પૉલિસી હેઠળ જો કોઈ સ્થળે કોરોનાનો એક પણ કેસ સામે આવે છે તો આખા વિસ્તારને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવે છે. વુહાનમાં પહેલીવાર સંક્રમણની પુષ્ઠિ બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ પૉલિસીને આખા દેશમાં લાગુ પાડી દીધી હતી. જો કે, ચીનની આ પૉલિસીની ટીકા પણ થતી રહી છે.