ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ચીને ભારત સામે નિયંત્રણ રેખા પર 60 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. એવો દાવો કરી અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ ચીનના આ વર્તનની સખત ટીકા કરી છે. પોમ્પિઓએ એમ પણ જણાવ્યું હતું કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સારી રીતે સમજી ગયા છે કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી તેમના માટે ખતરો બની રહી છે. આથી આખી દુનિયા હવે જાગી ગઈ છે. તેવામાં અમેરિકા ચીનનો સામનો કરવા માટે ઉપરોક્ત ત્રણેય દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ચારેય દેશના પ્રતિનિધિઓની ટોક્યોમાં એક મુલાકાત થઈ હતી. જ્યા એક ઈન્ટર્વ્યુમાં અમેરિકન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ક્વાડ દેશોએ આ મામલે લાંબો સમય સુધી ધ્યાન નહોતું આપ્યું. ચાર દાયકા સુધી પશ્ચિમી વિશ્વએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને પોતાની મનમાની કરવાનો મોકો આપ્યો. અગાઉની સરકારોએ પણ તેની સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. જેનાથી ચીને ના માત્ર આપણી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની ચોરી કરી, પરંતુ સાથે જ આપણી લાખો નોકરીઓ પણ ભરખી ગયું…