ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન હવે ત્યાં નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આતંકવાદી સંગઠન તાલિબાનને ચીન આર્થિક મદદ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ચીને સંકેત આપ્યો છે કે તે તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને નાણાકીય સહાય પૂરી પાડશે.
તાલિબાને સત્તા સંભાળ્યા બાદ વિવિધ દેશો દ્વારા કાબુલને આર્થિક સહાય અટકાવી દેવા વચ્ચે ચીને કહ્યું છે કે તે યુદ્ધગ્રસ્ત દેશને મદદ કરવામાં સકારાત્મક ભૂમિકા ભજવશે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને એક ન્યૂઝ કોન્ફરન્સમાં અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે અફઘાન સંકટ માટે “મુખ્ય ગુનેગાર” છે અને અમેરિકા અફઘાનિસ્તાનના પુનનિર્માણ માટે કંઇપણ કર્યા વિના છોડી શકતું નથી.
મ્હાડા કાઢશે આટલાં ઘરોની લૉટરી, 24 ઑગસ્ટથી ઑનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ; જાણો વિગત