ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
09 જાન્યુઆરી 2021
ચીનની સરકારે અલીબાબા કંપની અને જેક મા ની વિરુદ્ધમાં સૌથી કડક પગલાં લીધા છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ હવે ચીનમાં અલીબાબા વિશે કોઈપણ સમાચાર પ્રસારિત નહીં કરવામાં આવે. આટલું જ નહીં ચીને લોકલ મીડિયા ને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જેક મા અને અલિબાબા આ બંને રાષ્ટ્રીય સુરક્ષા અથવા રાષ્ટ્રીય રીતે સંવેદનશીલ મુદ્દા બની ગયા છે એટલે તેમના વિશે કોઈ માહિતી પણ એકઠી ન કરવામાં આવે.
પહેલેથી જ ચીન થી ઘણી જ ઓછી માહિતી વિશ્વને પ્રાપ્ત થતી હતી. હવે સરકારે અલીબાબા કંપની ની ફરતે ગાળિયો મજબૂત બનાવી દીધો છે.
એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં અલીબાબા અને જેક મા વિશે કોઈ સમાચાર નહીં આવે.
હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ઇ.ડી. ના સપાટામાં. આવ્યું હાજર થવાનું તેડું.. જાણો વિગત..
