ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
લગભગ એક વર્ષના ક્વોરેન્ટાઇન, લોકડાઉન અને તેમની હિલચાલ પરના પ્રતિબંધો બાદ લાખો ચીની લોકો "રિવેન્જ ટુરિઝમ" ની લડાઇમાં ભાગ લઈ દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપનાની 71 મી વર્ષગાંઠની ઉજવણી અને મધ્ય-પાનખર મહોત્સવની પણ ઉજવણી માટે ચીને ગુરુવારથી આઠ દિવસીય સત્તાવાર રજાઓ જાહેર કરી છે. આ દરમ્યાન પોતાના દેશને આર્થિક મંદી માંથી બહાર કરવા માટે લાખો ચીનાઓ દેશભરમાં પ્રવાસ કરશે.
ચીનના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયને અપેક્ષા છે કે આઠ દિવસની જાહેર રજા હોવાથી પાનખરના તહેવાર અને ચીનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન આશરે 800 મિલિયન લોકો દેશભરમાં પ્રવાસ કરશે. આ વર્ષની રજા સૌથી લાંબી 'ગોલ્ડન વીક' રજા છે.
મુસાફરીની સાઇટ્સવાળા પણ મસમોટું ડિસ્કાઉન્ટ આપી રહયાં છે. જ્યારે એરલાઇન્સે મુસાફરો ની માંગને પહોંચી વળવા માટે નવા રૂટ ઉમેર્યા છે. સરકાર પણ દેશભરમાં 500 થી વધુ મનોહર સ્થાનોએ મુલાકાતીઓને નિ: શુલ્ક પ્રવેશ અથવા છૂટ આપી રહ્યા છે… જેથી લોકો ઘરની બહાર નીકળે.. જેથી અર્થયવસ્થા માં પૈસા ફરતા થાય. આથી આ સપ્તાહને કોરોના સામેનો રિવેન્જ ગણી 'રિવેન્જ ટુરિઝમ'નામ આપ્યું છે..
