Site icon News Continuous Bureau | Mumbai

આ તો માત્ર ચીનાઓ જ કરી શકે: શરૂ થયું ‘રિવેન્જ ટુરીઝમ’.. જેનાથી દેશની અર્થવ્યવસ્થા ફરી જાગશે.. જાણો શું છે હકીકત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 ઓક્ટોબર 2020

લગભગ એક વર્ષના ક્વોરેન્ટાઇન, લોકડાઉન અને તેમની હિલચાલ પરના પ્રતિબંધો બાદ લાખો ચીની લોકો "રિવેન્જ  ટુરિઝમ" ની લડાઇમાં ભાગ લઈ દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપનાની 71 મી વર્ષગાંઠની ઉજવણી અને મધ્ય-પાનખર મહોત્સવની પણ ઉજવણી માટે ચીને ગુરુવારથી આઠ દિવસીય સત્તાવાર રજાઓ જાહેર કરી છે. આ દરમ્યાન પોતાના દેશને આર્થિક મંદી માંથી બહાર કરવા માટે લાખો ચીનાઓ દેશભરમાં પ્રવાસ કરશે.

ચીનના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયને અપેક્ષા છે કે આઠ દિવસની જાહેર રજા હોવાથી પાનખરના તહેવાર અને ચીનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન આશરે 800  મિલિયન લોકો દેશભરમાં પ્રવાસ કરશે. આ વર્ષની રજા સૌથી લાંબી 'ગોલ્ડન વીક' રજા છે. 

મુસાફરીની સાઇટ્સવાળા પણ મસમોટું ડિસ્કાઉન્ટ આપી રહયાં છે. જ્યારે એરલાઇન્સે મુસાફરો ની માંગને પહોંચી વળવા માટે નવા રૂટ ઉમેર્યા છે. સરકાર પણ દેશભરમાં 500 થી વધુ મનોહર સ્થાનોએ મુલાકાતીઓને નિ: શુલ્ક પ્રવેશ અથવા છૂટ આપી રહ્યા છે… જેથી લોકો ઘરની બહાર નીકળે.. જેથી અર્થયવસ્થા માં પૈસા ફરતા થાય. આથી આ સપ્તાહને કોરોના સામેનો રિવેન્જ ગણી 'રિવેન્જ ટુરિઝમ'નામ આપ્યું છે..

India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
India US BTA Trade Terms વૈશ્વિક વેપારમાં ભારતનું કડક વલણ વિયેતનામચીન કરતા સારા ટેરિફ બેનિફિટ મળશે તો જ આગળ વધશે દ્વિપક્ષીય કરાર
US Donald Trump Dollar Coin Controversy અમેરિકા એ જારી કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો, મચી ગયો ભારે હોબાળો; જાણો કારણ?
India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
Exit mobile version