Site icon

કુછ તો ગડબડ હૈ! ચાલાક ચીને કોરોના ઉત્પતિ બાબતે WHOની આ માંગને ફગાવી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

ચીને કોરોના વાયરસ રોગચાળાની ઉત્પત્તિની તપાસ કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ની સૂચનાઓને અવગણીને ચામાચીડિયાની ગુફાઓ અને સંવર્ધન ફાર્મનું નિરીક્ષણ કરવાનો ઇનકાર કર્યો છે. 

એક મીડિયાહાઉસના અહેવાલ મુજબ, WHO વુહાનથી આશરે 6 કલાકના અંતરે આવેલ ઇન્શીમાં તપાસ કરવા માંગતું હતું, જે કોરોના રોગચાળા માટે વિશ્વના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.

ચીને તેની સરહદોની અંદર કોવિડના મૂળની આંતરરાષ્ટ્રીય તપાસનો સતત વિરોધ કર્યો છે. WHO આ અંગે પહેલેથી જ વાકેફ હતું, પરંતુ ચીનમાં સભ્યોની અવરજવર પર કડક પ્રતિબંધો હતા. છેવટે તેમની તપાસના અંતે, ટીમે ભાર મૂક્યો કે તેમને આની વધુ તપાસ કરવાની જરૂર છે.

ઓગસ્ટમાં યુએસ ગુપ્તચર એજન્સીઓએ યુએસ પ્રમુખ જો બિડેનને જાણ કરી હતી કે કોરોના વાયરસ જૈવિક હથિયાર નથી પરંતુ તે કુદરતી ટ્રાન્સમિશન દ્વારા અથવા લેબ લિક દ્વારા ફેલાયો હોય તેવી સંભાવના છે.

વુહાનની આસપાસના એનિમલ ફાર્મમાં પ્રતિબંધિત પ્રાણીઓ વેચવામાં આવી રહ્યા હતા, જાણવા મળ્યું કે આ ફાર્મમાંથી પ્રાણીઓ વુહાનની વેટ માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે, જ્યારે આવા પ્રાણીઓના વેચાણ પર કાયદેસર પ્રતિબંધ છે.

14 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડથી 447.49 કરોડની કમાણી : શિવસેના ટોપ પર, મળ્યા આટલા કરોડ રૂપિયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકો નજીકના વન્યજીવ કૃષિ ક્ષેત્રોની પણ તપાસ કરવા માગે છે, જે રોગચાળા પહેલા હજારો જંગલી પ્રાણીઓના સંવર્ધન માટે જાણીતા હતા. વૈજ્ઞાનિકો માને છે કે તે પ્રાણીઓ, ચામાચીડિયાથી મનુષ્યોમાં વાયરસ ફેલાવવા માટે સંભવિત માધ્યમ  બની શકે છે. તેઓ માને છે કે રોગચાળાની ઉત્પત્તિ નક્કી કરવા માટે ક્ષેત્ર પરીક્ષણ મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.

વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાયા બાદ ઇન્શીમાં લગભગ 6 વેટ બજારો માર્ચ 2020 સુધી બંધ હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આખરે આટલી ઉતાવળમાં આ બજારો કેમ બંધ કરવામાં આવ્યા.

Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version