News Continuous Bureau | Mumbai
અમેરિકી સંસદના(US Parliament) સ્પીકર નેન્સી પેલોસીની(Speaker Nancy Pelosi) તાઈવાન(Taiwan) મુલાકાત બાદ ચીન(China) લાલઘુમ થયું છે.
ચીને આ મુલાકાત બાદ અમેરીકાને(America) મોટા પરિણામ ભોગવવા માટે પણ ચેતવણી આપી છે.
આ વચ્ચે ચીને અન્ય એક મોટી કાર્યવાહી કરતા અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીને બ્લેક લિસ્ટેડ(Black listed) કરી નાખ્યા છે .
ચીનના વિદેશ મંત્રાલયના(Ministry of External Affairs) પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે બેઇજિંગે(Beijing) યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના(US House of Representatives) સ્પીકર નેન્સી પેલોસી અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : જો ચીન-તાઇવાન યુદ્ધ થયું તો- રોજબરોજ વપરાતી આ મહત્વની વસ્તુઓની સર્જાશે અછત
