ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે ફરી એક વખત ચીનમાં માથું ઉચક્યું છે.
છેલ્લા એક સપ્તાહમાં અહીંયા 19 કેસ નોંધાયા છે. જેના કારણે ઝાંગજિયાજેઈ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે.
સાથે જ સરકાર દ્વારા ચીનના દરેક નાગરીકને સૂચના આપવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત લગાવીને બહાર નીકળે.
આ સિવાય લોકોને ચુસ્ત પણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વુહાનમાં ડિસેમ્બર 2019ના રોજ પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો અને હવે ફરી વખત અહીયા કોરોનાના કેસ એકાએક વધ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો સાવધાન! આ સમય દરમિયાન ઑનલાઇન બૅન્કિંગ સર્વિસ બંધ રહેશે; જાણો વિગત
