Site icon

China Surrogacy: બાળકોને જન્મ આપી, મહિલાઓ કમાવી શકે છે 25 લાખ રુપિયા, ચાઈનાની આ કંપનીએ આપી ઓફર..

China Surrogacy: ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક હાઉસકિપિંગ કંપનીએ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર જાહેરાત પોસ્ટ પ્રકાશિત કરી છે. આ જાહેરાતમાં, કંપનીએ મહિલાઓને ઓફર કરી હતી કે તેઓ બાળકને જન્મ આપીને અથવા સરોગેટ માતા બનીને અઢળક પૈસા કમાઈ શકે છે.

China Surrogacy Giving birth to children, women can earn 25 lakh rupees, this Chinese company gave an offer.

China Surrogacy Giving birth to children, women can earn 25 lakh rupees, this Chinese company gave an offer.

 News Continuous Bureau | Mumbai

China Surrogacy: દુનિયામાં ઘણા એવા કપલ છે. જેમને માતા-પિતા બનવાનું સુખ નથી મળતું. આવી સ્થિતિમાં તેઓ સરોગસીનો ( Surrogacy )  વિકલ્પ પસંદ કરે છે અને માતા-પિતા બને છે. આ દરમિયાન ચીનની એક કંપની આ જ સરોગસીના વિકલ્પને લઈને ખૂબ જ વિવાદમાં છે. જેમાં પૈસાની લાલચ આપીને મહિલાઓને ( women ) બાળકો પેદા કરવા અથવા સરોગેટ માતા બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 

Join Our WhatsApp Community

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી હચેન હાઉસકીપિંગ કંપનીએ સોશિયલ મીડિયા ( Social Media post ) પર એક વિચિત્ર જાહેરાત પોસ્ટ પ્રકાશિત કરી છે. આ જાહેરાતમાં, કંપનીએ મહિલાઓને ઓફર કરી હતી કે તેઓ બાળકને જન્મ આપીને અથવા સરોગેટ માતા બનીને અઢળક પૈસા કમાઈ શકે છે.

 28 વર્ષની મહિલા સરોગેટ માતા બનવાના 25 લાખ રુપિયા મળશે…

ચીનની આ હાઉસકીપિંગ કંપની ( Chinese Company ) દ્વારા આપવામાં આવેલી ઓફર મુજબ, જો 28 વર્ષની મહિલા બાળકને જન્મ આપે છે તો તેમને 220,000 યુઆન એટલે કે લગભગ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે 29 વર્ષની મહિલા બાળકને જન્મ આપે છે તો તેને 210,000 યુઆન એટલે કે લગભગ 24 લાખ રૂપિયા આપવામાં આવશે. કંપનીની ઑફર અનુસાર, મહિલાની ઉંમર જેટલી મોટી હશે, તેને એટલા જ ઓછા પૈસા આપવામાં આવશે. જો કોઈ મહિલા 40-42 વર્ષની ઉંમરમાં આ કામ કરવા માંગે છે. તો તેને લગભગ 20 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  : Maharashtra BJP Candidate List: મહારાષ્ટ્રમાં આજે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા, 25 ઉમેદવારોને નામો થશે જાહેર. જાણો કોને મળશે ટિકીટ, કોનુ પતુ કપાશે.

કંપનીની આ જાહેરાત મહિલાઓને ( surrogate mother ) બાળકો પેદા કરીને પૈસા કમાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જો કે, જેવી આ જાહેરાત ચીની અધિકારીઓના ધ્યાન પર આવી, તેઓએ તરત જ આ જાહેરાત પર પ્રતિક્રિયા આપી હતી. ચીનના સ્વાસ્થ્ય પંચે કહ્યું કે અમે આની તપાસ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, ચીનમાં સરોગસી ગેરકાનૂની છે. જો કે, હાઉસકીપિંગ કંપનીએ પોસ્ટમાં કહ્યું હતું કે, હાલમાં તેમનું કામ ચીનના ઝિનયાંગ અને શાંઘાઈમાં ચાલી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેઓ આ ઓફર દ્વારા ઘણા પરિવારોને મદદ કરી રહ્યા છે.

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version