Site icon

ચીનનું વલણ અચાનક બદલાયું- તાઇવાન મુદ્દે નરમ પડ્યું ચીન

News Continuous Bureau | Mumbai

ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા ૪ દિવસથી યુદ્ધનું જે જોખમ તોળાઈ રહ્યું છે તે મુદ્દે રાહતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ડ્રેગન તરફથી તાઈવાન બોર્ડરપર થઈ રહેલો યુદ્ધ અભ્યાસ હવે બંધ થઈ શકે છે. કહેવાય છે કે ચીન જલદી યુદ્ધાભ્યાસ રોકવાની જાહેરાત કરી શકે છે. અહેવાલ છે કે ચીને બોર્ડર વિસ્તાર પર લગાવેલા નો ગો નોટિસના પાટિયા હટાવી લીધા છે. એવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે જલદી એ દિશામાંથી સારા સમાચાર મળી શકે છે.

Join Our WhatsApp Community

ચીન-તાઈવાન બોર્ડર પર ચાલી રહેલા પોતાના સૈન્ય અભ્યાસોને રવિવારે બંધ કરવાની જાહેરાત કરવાનું હતું પરંતુ કોઈ કારણસર બની શક્યું નહીં. હવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ગમે તે પળે આ મામલે જાહેરાત  થઈ શકે છે. જોકે ચીને કોરિયન મહાદ્વીપ વચ્ચે યલ્લો સીમાં ૧૫ ઓગ્ટ સુધી એક નવો સૈન્ય અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ વાત તાઈવાનની કરીએ તો અહીંની સરહદ પર લાગેલા નો ગો નોટિસને હટાવી લેવાઈ છે.  બીજી બાજુ તણાવના માહોલ વચ્ચે અમેરિકાએ ચીનને ચેતવ્યું. તેણે ચીનના સૈન્ય અભ્યાસને ભડકાઉ અને બિન-જવાબદાર ગણાવતા કહ્યું કે ચીન સૈન્ય અભ્યાસથી તાઈવાનની યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી રહ્યું છે. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ચીન પર બિનજવાબદાર પગલું ભરવાનો આરોપ લગાવતા અનેક પ્રહાર કર્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : ભાજપની વુમન ડિપ્લોમસી- મિસિસ ફડણવીસે મિસિસ ઠાકરેને કહ્યું કે- આપણી દોસ્તી કંઈ તૂટવાની નથી

અત્રે ઉલ્લેખનીય છે કે બંને દેશ વચ્ચે તણાવ નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ખુબ વધ્યો છે. ચીને તો અમેરિકાને આકરા પરિણામ ભોગવવાની ધમકી સુદ્ધા આપી દીધી હતી.

Iran-US Peace Talks: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: જેડી વેન્સ ઇસ્લામાબાદ રવાના! શું ઈરાન પાકિસ્તાન સાથે મૈત્રી નિભાવી અમેરિકા સાથે સમાધાન કરશે?
Israel Lebanon Conflict:ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા: તોપો દ્વારા મિસાઈલોનો મારો, શું લોહિયાળ જંગ વચ્ચે સીઝફાયરની વાર્તા દબાઈ જશે?
Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version