Site icon

ચાઈનામાં એવું તો શું થયું કે આખા વિશ્વમાં એનર્જી ક્રાઈસીસ સર્જાઈ? જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30, સપ્ટેમ્બર  2021 
ગુરુવાર. 
એક તરફ બ્રિટનમાં પેટ્રોલની અછત સર્જાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમને સંભાળવા માટે આર્મીને દેશની સડકો પર ઉતરવાની ત્યાની સરકારને ફરજ પડી છે. ત્યારે ચાઈનામાં ઈલેક્ટ્રિસિટીની કારમી અછત સર્જાઈ છે, તેને કારણે દેશની અનેક ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. તો અનેક જગ્યાએ ફેકટરીઓના ઉત્પાદન પર અંકુશ આવી ગયા છે.  ચીનમાં પાવરની અછત સર્જાતા વૈશ્વિક સ્તરે પણ તેની અસર પડી છે, જેમાં કપડાથી લઈને રમકડા જેવી વસ્તુઓનો સમાવેશ છે. દુનિયાભરમાં તહેવારો દરમિયાન યોજાતા શોપિંગ ફેસ્ટિવલને ચાઈનાની પાવર ક્રાઈસીસની ભારે અસર પડી હોવાનું કહેવાય છે. એટલે સુધી કે ઈલેક્ટ્રિસીટીના વપરાશ પર આવી ગયેલા પ્રતિબંધને કારણે દેશની આર્થિક નીતિને ફટકો પડવાની ચેતવણી પણ ચાઈનાના મેનુફેકચરોને આપવામાં આવી હોવાનું કહેવાય છે. ઈલેક્ટ્રીસીટીના વપરાશ પર પ્રતિબંધ આવવાથી લોકો કોલસા અને ગેસ તરફ વળ્યા છે. જોકે ડીમાન્ડ વધતા તેના ભાવ પણ વધી ગયા છે.

વધતી ડીમાન્ડ સામે ઈલેક્ટ્રિસીટીનું ઉત્પાદન ઓછું થયું છે. સ્થાનિક સ્તરે કોલસાની સપ્લાયમાં વિક્ષેપ આવ્યો હતો. તેના ઉત્પાદનને ફટકો પડયો હતો. તેની સામે લોકલ સ્તરે ઈન્ડસ્ટ્રી અને ઘરોમાં વીજળી ડીમાન્ડ વધી ગઈ હતી. તેમાં પાછું અચાનક આવી ગયેલા પાવર ક્રાઈસીસ પાછળનું એક કારણ ખુદ ચાઈનાના પ્રેસીડન્ટ જિંગપિંગને માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઈના ડી-કાર્બનાઈઝીંગ માટે કેટલું ગંભીર છે બતાવી દેવા માગે છે. એટલું જ નહીં પણ આગામી ફેબ્રુઆરીમાં બિજિન્ગમાં થનારા વિન્ટર ઓલમ્પિક દરમિયાન પ્રદૂષણ મુક્ત શહેરની સાથે જ આકાશ બ્લુ સ્વચ્છ હોવું જોઈએ એવા જિંગપિંગના પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.
 

Join Our WhatsApp Community
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Exit mobile version